લોકશાહીના અભાવે માર્કસવાદી/સામ્યવાદી અર્થકારણ અને રાજકારણ તૂટી પડયું

  0
  98

   ભારતમાં સામ્યવાદી વિચારધારાના વળતા પાણીની થયેલી શરૂઆત…

  – અર્થકારણના આટાપાટા : ધવલ મહેતા

  લોકશાહીનો અભાવ

  સામ્યવાદી સોવિયેટ રશિઆએ લોકશાહીને નકારી એટલે તે તૂટી પડયું. કોઇપણ હિંસા વિના તૂટી પડયું. કદાચ જગતના ઇતિહાસમાં કોઈ મોટું અમ્પાયર એના વિરોધાભાસથી હિંસા વિના આપમેળે તૂટી પડયું હોય તેનું આ પ્રથમ ઉદાહરણ છે. ખરેખર મૂડીવાદ તેના આંતરવિરોધોને કારણે તૂટી પડશે તેવી માકર્સની આગાહી હતી પરંતુ આં તો કાંઈક ઊંધું જ થયું. મૂડીવાદ નહીં પરંતુ સામ્યવાદી દેશ તેના આંતરિક વિરોધોને કારણે તૂટી પડયો. તેની સાથે જ જગત જે પહેલા બે-ધુ્રવી (બાયપોલર) હતું તે હવે બહુ ધુ્રવી (મલ્ટીપોલર) થઈ ગયું છે જેમાં અમેરિકા ઉપરાંત ચીન અને યુરોપીયન યુનિયન સત્તાના કેન્દ્રો તરીકે ઊભર્યા છે. તેમાં યુ.કે.ની હવે કોઈ ગણતરી નથી. કોઈને કલ્પના પણ ન હતી કે એક મહાસત્તા તરીકે રશિયાનું સ્થાન ચીન લેશે. વળી પશ્ચિમ જગતમાં ઉદ્યોગોનું ડીઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થશે અને પશ્ચિમ જગતનું મેન્યુફેકચરીંગ ચીન, વીયેટનામ, બાંગ્લાદેશ, ફીલીપીન્સ અને કાંઈક અંશે ભારત તરફ વળી જશે તેનો પણ કોઈને ખ્યાલ ન હતો.

  પશ્ચિમ જગત ડામાડોળ 

  પશ્ચિમ જગત અને ખાસ કરીને અમેરિકામાં સંપત્તીનું ટ્રીકલ ડાઉન નહીં પરંતુ ટ્રીકલ અપ થઈ રહ્યું છે. અમેરિકામાં આર્થિક અસમાનતા વધી રહી છે અને જમણેરી વિચારસરણી મજબૂત બની છે. માકર્સનું ચિંતન વિશાળ છે. અમેરીકા માકર્સવાદનું કટ્ટર વિરોધી છે ચીન અને સોવિયેટ રશિયામાં જે કાંઈ સામ્યવાદ બચ્યો છે તેણે લોકશાહીનો કચ્ચરઘાણ વાળી નાખ્યો છે. ચીનમાં શી જીનપીંગ અને રશિયામાં પુટીન જીવનભરના સત્તાધીશો બની ગયાં છે. માકર્સવાદનો પ્રોજેક્ટ નિષ્ફળ ગયો છે. ભારતમાં પણ સામ્યવાદી વિચારધારણાના વળતા પાણી શરૂ થઈ ગયા છે. સામ્યવાદીઓને પ્રિય એવા કેન્દ્રીય આયોજનની હવે કોઈ વાત કરતું નથી. સામ્યવાદ-સમાજવાદની યાદ અપાવે તેવા ભારતના ઘણા જાહેર સાહસો જંગી ખોટ કરી રહ્યાં છે. ભારતમાં સામ્યવાદી પક્ષ બકરીબેં થઈ ગયો છે.

  માકર્સના ચિંતનના નવ મુદ્દા

  (૧) માકર્સે મૂડીવાદને શોષક વિચારસરણી ગણી છે. તેમણે સરપ્લસ વેલ્યુનો વિચાર આવ્યો અને તે માટે રીર્કાડોની લેબર થીયરીનો ઉપયોગ કર્યો. મૂડીવાદીઓ મજૂરોની સરપ્લસ વેલ્યુ ઝૂંટવીને કે લૂંટી લઈને સમૃદ્ધ બન્યા છે. (૨) જગતનો સમગ્ર ઇતિહાસ વર્ગવિગ્રહનો ઇતિહાસ છે. ઉપરના વર્ગો નીચેના વર્ગોનું હંમેશા શોષણ કર્યું છે.  (૩) દુનિયાના દરેક સમાજના વર્ગવિગ્રહ (કલાસ કોન્ફલીકટસી) હોય છે અને તેમાંથી ઊભા થતા આંતરિક વિરોધોને કારણે તે સમાજ તૂટી પડે છે.  (૪) માકર્સના મતે સામ્યવાદી સમાજમાં વર્ગો જ નહીં હોય. બધા વર્ગો શ્રમિક હશે તેથી તેમાં વર્ગ સંઘર્ષ નહીં હોવાથી આ સમાજમાં આંતરિક વિરોધો (ઇન્ટર્નલ કોન્ટ્રાડીકશન્સ) ઊભા નહીં થાય. (૫) મૂડીવાદે માનવ સંબંધોનું કોમોડીફીકેશન કરી નાંખ્યું છે.  (૬) માકર્સ માનવ ઇતિહાસનું ભૌતિકવાદની દ્રષ્ટિએ પૃથક્કરણ કર્યું. તેમણે દરેક પ્રકારના માનવ સમાજમાં ઉત્પાદનના સંબંધો (પ્રોડકશન રીલેશન્સ) તપાસ્યા અને આ સર્ઘષમય સંબંધોના ફેરફારોને ઇતિહાસનું મુખ્ય એન્જિન ગણ્યું રાજા રાણીના ઇતિહાસને તીલાંજલી આપી. (૭) જર્મનીના ફીલોસોફર હેગલ પાસેથી ઇન્ટર્નલ કોન્ટ્રાડીક્સન્સને માનવ ઇતિહાસને બદલનારૂં મુખ્ય પરિબળ ગણ્યું. (૮) માકર્સે તેમના જીવનકાળ દરમિયાન જ શ્રમિકોની સ્થિતિમાં સુધારો જોયો ઔદ્યોગિક શ્રમીકોનું જીવનધોરણ ઊંચે આવતું હતું. (૯) માકર્સે ધર્મને અફીણ ગણ્યો છે. માનવ સમાજમાં જે વર્ગસંઘર્ષો ચાલી રહ્યા છે તેને અવગણીને લોકો ધર્મમાં ધ્યાન પરોવે અને ઓમ ઓમ શાંતી અને અહિંસાની વાતો કરે તેને માકર્સે પલાયનવાદ ગણ્યો. (૧૦) માકર્સે લોકશાહી સરકારને મૂડીવાદના હિતોનું રક્ષણ કરતી ટોળકી માનતા હતા. 

  માકર્સવાદનો પરાજય

   અમેરીકા અને સોવિયેટ રશિયા વચ્ચેના યુદ્ધ પછીના ૪૫ વર્ષ દરમિયાન જે શીતયુદ્ધ થયું તેમાં સોવિયેટ રશિયાની કારમી હાર થઈ. છેલ્લે શી જીનપીંગ અને પુટીન અનુક્રમે ચીન અને રશિયાના જીવનભરના, સત્તાધીશ બની ગયા. ગરીબ દેશોના એક રોલ મોડેલ તરીકે માકર્સવાદી વિચારસરણીનો અંત આવ્યો.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here