લુઈસિયાનામાં લૌરા પછી તરત જ ડેલ્ટા વાવાઝોડું ત્રાટકતા હાહાકાર

0
69

– 155 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે તોફાની પવન ફૂંકાયો

– ટેક્સાસમાં પણ વાવાઝોડાની અસર : સાત લાખ મકાનોમાં વીજળી ગુલ, કેટલાંક સ્થળોએ નવ ઈંચ વરસાદ ખાબક્યો

લુઈસિયાનામાં દોઢેક માસ પહેલાં લૌરા વાવાઝોડું ત્રાટક્યુ હતું. એ  પછી તરત જ ડેલ્ટા વાવાઝોડું ત્રાટકતા હાહાકાર મચી ગયો છે. લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ડેલ્ટા વાવાઝોડાંમાં 155થી 160 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. સાતેક લાખ મકાનોમાં અંધારપટ્ટ સર્જાયો હતો.

અમેરિકાના લુઈસિયાનામાં ડેલ્ટા વાવાઝોડું ત્રાટક્યું હતું. 155થી 160 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે તોફાની પવન ફૂંકાયો હતો. લુઈસિયાના ઉપરાંત ટેક્સાસમાં પણ વાવાઝોડાંની અસર જોવા મળી હતી.

 લગભગ સાત લાખ મકાનોમાં વીજળી ગુલ થઈ જતાં લોકોએ અંધારપટ્ટમાં રાત વીતાવી હતી. નેશનલ હેરિકેન સેન્ટરે આશા વ્યક્ત કરી હતી કે એક જ દિવસમાં ડેલ્ટા વાવાઝોડું ધીમું પડી જશે. વાવાઝોડાંની સાથે સાથે કેટલાંક સ્થળોએ ભારે વરસાદ પણ પડયો હતો.

કેટલીક જગ્યાએ નવ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. લેક ચાર્લ્સ નામના નાનકડા ટાઉનમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. લુઈસિયાના ગવર્નર જોન બેલ એન્ડર્સને જણાવ્યું હતું કે બચાવ કામગીરીમાં હજારો નેશનલ ગાર્ડ્સને તૈનાત કર્યા છે. લોકોને ફૂડ પેકેટ્સ અને જરૂરી સામગ્રી પહોંચાડવાની પ્રક્રિયા પણ શરૂ થઈ હતી.

લૌરા વાવાઝોડાંના કારણે લુઈસિયાનામાં 40થી વધુના મોત થયા હતા અને એ વખતે તાત્કાલિક અસરથી લાખો લોકોનું સ્થળાંતર કરાવાયું હતું. અસંખ્ય વૃક્ષો ધરાસાઈ થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે ડેલ્ટા વાવાઝોડું મેક્સિકન ખાડીમાંથી જન્મ્યું હતું. યુકાટન નામના ટાપુમાં તબાહી મચાવ્યા પછી આ વાવાઝોડું અમેરિકાના કાંઠે ત્રાટક્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here