લશ્કરમાં ડેપ્યુટી ચીફ ઑફ ધ સ્ટાફના હોદ્દાને મંજૂરી, મિલિટરી ઓપરેશન માટે આવું એક સ્થાન જરૂરી હતું

0
57

 સૈદ્ધાંતિક રીતે સંરક્ષણ મંત્ર્યાલયે આ હોદ્દાની હા પાડી

ક્યારેક મહત્ત્વના મિલિટરી ઓપરેશન માટે જરૂર પડે એ મુદ્દો ધ્યાનમાં રાખીને ભારતીય લશ્કરમાં નાયબ સેનાપતિ (ડેપ્યુટી ચીફ ઑફ ધ સ્ટાફ)ની વરણી કરવાની માગણી સંરક્ષણ મંત્ર્યાલયે સૈદ્ધાંતિક દ્રષ્ટિએ સ્વીકારી હતી.

આ અંગેની ઔપચારિક પ્રક્રિયા પૂરી થઇ ચૂકી હોવાની માહિતી લશ્કરી પ્રવક્તાએ આપી હતી. તેમણે કહ્યું કે મિલિટરી ઇન્ટેલિજન્સ, મિલિટરી ઓપરેશન્સ અને યુદ્ધવિષયક વ્યૂહ ઘડવા માટે પણ આવું એક સ્થાન હોય એ જરૂરી હતું એમ લશ્કરના અધિકારીઓને લાગતું હતું.

આર્મી હેડક્વાર્ટર્સની રજૂઆતને સ્વીકારીને કેન્દ્ર સરકારે આ હોદ્દાની વરણી માટે શુ્ક્રવારે મંજૂરી આપી દીધી હતી. આ હોદ્દો ડાયરેક્ટર જનરલ ઑફ ઇન્ફર્મેશન વૉરફેર તરીકે ઓળખાશે. હાલ આ સ્થાને લેફ્ટનંટ જનરલ પરમજિત સિંઘની નિયુક્તિ કરવામાં આવી હતી. હાલ પરમજિત સિંઘ ડાયરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઓપરેશન્સના હોદ્દા પર કાર્યરત હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here