લગ્નના દિવસે જ દુલ્હન કોરોના પોઝિટિવ, PPE કિટ પહેરી સાત ફેરા લીધાનો Video વાયરલ

0
38

કોરોના કાળમાં થઇ રહેલાં લગ્નોમાં જ્યાં મહેમાનોની સંખ્યાને લઇ સરકારની તરફથી સતત દિશા-નિર્દેશ આવતા રહે છે. ત્યાં આ બધાની વચ્ચે એક એવા લગ્ન યોજાયા જેનો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં વરરાજા-દુલ્હન સહિત વિધિ કરાવનાર પંડિત અને કન્યાદાન કરાવનાર માતા-પિતા એ પણ PPE કિટ પહેરી છે.

આ વીડિયો રાજસ્થાનના બારાં જિલ્લામાં યોજાયેલા લગ્નનો છે. આ લગ્ન જિલ્લાના શાહબાદમાં આવેલા કેલવાડા ગામના કોવિડ કેયર સેન્ટરમાં સંપન્ન થયેલા લગ્નનો છે. વાત એમ છે કે લગ્નના દિવસે જ દુલ્હનનો કોવિડ-19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ પરિવારવાળાઓએ કંઇક આ રીતે જ લગ્ન કરવાનો નિર્ણય લીધો.

વીડિયોમાં તમે જોઇ શકો છો કે કેવી રીતે આસમાની રંગની PPE કિટ પહેરીને વરરાજા અને દુલ્હન મંડપમાં બેસે છે. બાજુમાં કન્યાદાન કરવા માટે દુલ્હનના માતા-પિતા સફેદ રંગની PPE કિટ પહેરેની બેસે છે અને થોડાંક અંતર પર પંડિતજી મંત્રોચ્ચાર કરાવી રહ્યા છે.

વીડિયોમાં ઘણા અંતર સુધી કોઇ બીજી કોઇ વ્યક્તિ દેખાતી નથી. આ આખા લગ્ન સમારંભને સરકારે કોવિડ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને આયોજીત કરાવ્યા હતા.

આપને જણાવી દઇએ કે કોરોના સંક્રમિતોની સંખ્યા 1 કરોડ પર પહોંચવાની છે અને રસીનું ટ્રાયલ હજી ચાલુ છે. એવામાં સરકાર સમય-સમય પર લોકોને સોશિયલ ડિસ્ટેંસિંગ રાખવાનું, માસ્ક પહેરવાનું અને વારંવાર સાબુથી હાથ ધોવાનું કહે છે લગ્ન સમારંભ માટે પણ લોકોની સંખ્યા નક્કી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here