લક્ષ્મી વિલાસ બેંક ડૂબવાની તૈયારીમાં છે, છેલ્લાં દસ વર્ષમાં પાંચ સીઇઓ બદલાયા

0
70

વધુ એક બેંક નામે લક્ષ્મી વિલાસ બેંક ગમે ત્યારે ડૂબી જવાની તૈયારીમાં હોવાની વાતો બજારમાં ફરતી થઇ હતી. 94 વર્ષ જૂની આ બેંક 80 વર્ષ સુધી સરસ રીતે ચાલતી હતી.

છેલ્લા એક દાયકામાં બેંકમાં ગરબ઼ડની શરૂઆત થઇ હતી. દસ વર્ષમાં બેંકે પાંચ વખત તો સીઇઓ બદલાવ્યા. કોઇ સીઇઓ બે ત્રણ વર્ષથી વધુ ટક્યા નહીં. બીજી સૌથી મોટી સમસ્યા એ હતી કે બેંકે પોતાની ક્ષમતા કરતાં વધુ લોન મંજૂર કરી દીધી હતી. મધ્યમ કદની સંખ્યાબંધ કંપનીઓને બેંકે મબલખ લોન આપી દીધી. આમાંની થોડીક કંપનીઓ નાદાર થઇ જાય તો પણ બેંકના અસ્તિત્વ સમક્ષ ગંભીર સમસ્યા સર્જાઇ જાય એવી પરિસ્થિતિ હતી.

ખાનગી બેંક એચડીએફસીની કેપિટલના છઠ્ઠા ભાગ જેટલી રકમ આ બેંકે પાવર, રિયલ એસ્ટેટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કન્સ્ટ્રક્શન વગેરે ક્ષેત્રોમાં આપી દીધી. એ ઢગલાબંધ લોન પાછી આવવાની કોઇ ગૅરંટી નહોતી.  અત્યાર અગાઉ આવી ભૂલ કરીને યસ બેંકે ઊઠમણું કર્યું હતું. આમ છતાં એ જ ભૂલ લક્ષ્મી વિલાસ બેંકે પણ કરી.  વાસ્તવમાં 2007થી 2010 વચ્ચે આ બધાં ક્ષેત્રમાં તેજીનો દોર હતો. એ દરમિયાન જે સીઇઓ હતા એ વી એસ રેડ્ડીએ ધડાધડ મોટી રકમની લોન પાસ કરી દીધી હતી. 

તાજેતરના કોરોના અને લૉકડાઉન દરમિયાન મોટા ભાગના આવા ક્ષેત્રો ધરાશાયી થઇ ગયા હતા. એટલે હવે બેંકે આપેલી ધરખમ લોન સોએ સો ટકા પાછી ફરવાની શક્યતા નહીંવત્ થઇ ગઇ હતી. લક્ષ્મી વિલાસ બેંક ગમે ત્યારે નાદાર જેવી સ્થિતિમાં મૂકાઇ જાય એવી શક્યતા નકારી કઢાતી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here