લક્ષ્મીજીની કૃપા મેળવવા જપીલો આ ચમત્કારીક મંત્ર, બીજ મંત્રથી માતા થશે પ્રસન્ન

0
124

આપણે ત્યાં કહેવત છે કે નાણાં વગરનો નાથીયો નાણે નાથાલાલ કળિયગુની સૌથી મોટી જરૂરિતાય છે પૈસા જેનુ કારણ એ છે કે તે એકમાત્ર એવો માર્ગ છે જે આપણી જરૂરિયાતોથી લઈને આપણને સામાજિક પ્રતિષ્ઠા અપાવે છે. જો તમે પણ ધનવાન બનવા માંગતા હોય તો આજે અમે તમને ધનની દેવી લક્ષ્મીના અમુક મંત્ર બતાવવા જઈ રહ્યા છે. આ મંત્ર ખુબજ ચમત્કારીક અને તાત્કાલીક પરિણામ આપે છે.

હિંદુ ધર્મ મુજબ ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાથી જાતક ઉપર ધનની વર્ષા થાય છે. જીવનમાંથી દરિદ્રતા દૂર થાય છે અને તે ધનવાન બને છે. લક્ષ્મીના આશીર્વાદ મળવાથી જીવનમાં ધન અને ખુશી બંને આવે છે. તો આવો જાણીએ લક્ષ્મીજીને રીઝવવાનો મંત્ર…

લક્ષ્મીજીના 8 સ્વરૂપ અને તેના બીજ મંત્ર
શ્રી આદી લક્ષ્મી- જીવનનો આરંભ અને આયુષ્યને સંબોધિત કરે છે. તેમનો મૂળ મંત્ર ॐ શ્રીં છે.

શ્રી ધાન્ય લક્ષ્મી- ધાન્ય અને ધનને સંબોધિત કરે છે. તેમનો મૂળ મંત્ર ॐ શ્રીં ક્લીં છે.

શ્રી ધૈર્ય લક્ષ્મી- જીવનમાં આત્મબળ અને ધીરજને દર્શાવે છે. તેનો મૂળ મંત્ર ॐ શ્રીં હ્રીં ક્લીં છે.

શ્રી ગજ લક્ષ્મી- જીવનમાં સ્વાસ્થ્ય અને શક્તિને સંબોધિત કરે છે. તેમનો બીજ મંત્ર ॐ શ્રીં હ્રીં ક્લીં છે.

શ્રી સંતાન લક્ષ્મી- તે જીવન અને પરિવાર અને સંતાનને સંબોધિત કરે છે. તેમનો મૂળ મંત્ર ॐ હ્રીં શ્રીં ક્લીં છે.

શ્રી વિજય લક્ષ્મી- જીવનમાં વિજય અને વર્ચસ્વને સંબોધિત કરે છે. તેમનો મૂળ મંત્ર ॐ ક્લીં ॐ છે.

શ્રી વિદ્યા લક્ષ્મી- બુદ્ધિ અને જ્ઞાનને દર્શાવે છે. ॐ એં ॐ તેનો બીજ મંત્ર છે.

શ્રી ઐશ્વર્ય લક્ષ્મી- જીવનમાં પ્રણય અને ભોગને દર્શાવે છે. તેનો બીજ મંત્ર ॐ શ્રીં શ્રીં છે.

આ મંત્રોને પૂરી શ્રદ્ધા અને વિશ્વાસથી કરવાથી માતા ખુશ રહે છે. તો તમે પણ જપીલો આ મંત્ર. મેળવીલો માતા લક્ષ્મીજીની કૃપા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here