રોહિત શર્મા ફિટનેસ ટેસ્ટમાં પાસ, ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરિઝ રમે તેવી શક્યતા

0
64

ભારતીય ટીમનો આધારભૂત બેટસમેન રોહિત શર્મા ફિટનેસ ટેસ્ટમાં પાસ થઈ ગયો છે. જેના પગલે હવે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરિઝમાં રોહિત શર્મા રમતો જોવા મળે તેવી શક્યતાઓ વધારે મજબૂત બને છે.

IPL બાદ ઈજાની સામે ઝઝૂમીર હેલો રોહિત નેશનલ ક્રિકેટ એકેડમીમાં ઈજામાંથી રીકવર થઈ રહ્યો હતો.ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયામાં સામેલ થવા માટે રોહિત શર્મા માટે ફિટનેસ ટેસ્ટ પાસ કરવો જરુરી હતી.હવે રોહિતે આ ટેસ્ટ પાસ કરી લીધો છે.

ક્રિકેટ બોર્ડ દ્વારા હવે રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા જશે કે નહી તેની જાહેરાત કરે તેવી શક્યતા છે.રોહિત શર્મા 19 નવેમ્બરથી બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે.આ પહેલા ક્રિકેટ બોર્ડે રોહિતને ટીમમાં સામેલ કરવાના સવાલો પર કહ્યુ હતુ કે, રોહિત હાલમાં ફિટનેસ ટીમની નજર હેઠળ છે.

જો હવે રોહિત શર્માને ક્રિકેટ બોર્ડ ટેસ્ટ ટીમમાં સામેલ કરવા માંગતુ હશે તો રોહિતને આગામી એક કે બે દિવસમાં જ ઓસ્ટ્રેલિયા મોકલવો પડશે.

વિરાટ કોહલી એક જ ટેસ્ટ રમીને પરત ફરવાનો છે ત્યારે બાકીની ત્રણ ટેસ્ટમાં નબળી પડનારી ટીમ ઈન્ડિયાની બેટિંગ લાઈનમાં રોહિતનો સમાવેશ થાય તો કદાચ ભારત માટે સારો દેખાવ કરવાની તક રહેશે તેવુ ચાહકો પણ માની રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here