રોશની નાદર કોરોના કાળમાં પણ નફો કરી દેશના સૌથી અમીર મહિલા બન્યાં

0
66

 અનેક કંપનીઓને ભારે નુકસાનનો સામનો કરવો પડયો છે ત્યારે

– એચસીએલનાં સીઇઓ અને શિવ નાદરનાં પુત્રી રોશનીને કારણે કંપનીને 31 ટકા નફો

કોરોના મહામારી વચ્ચે પણ એક મહિલાએ એટલી કમાણી કરી લીધી છે કે તે સૌથી અમીર બની ગઇ છે. આ મહિલાનું નામ છે રોશની નાદર અને તેની ઉંમર પણ નાની છે છતા સૌથી અમીર મહિલાઓમાં તેણે સૃથાન મેળવી લીધુ છે અને તે પણ કોરોના અને આિર્થક કટોકટીના માહોલમાં.  

રોશની નાદર જ્યારે પિતાની કંપની એચસીએલ ટેક્નોલોજીસની સીઇઓ બની ત્યારે તેની ઉંમર 27 વર્ષની હતી અને ત્યારે તે ચર્ચામાં આવી હતી. હવે આ જ રોશની નાદર ફરી ભારતમાં સૌથી અમીર મહિલા બની જતા ચર્ચામાં આવી ગઇ છે. તેની પાસે હાલ 54,850 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

ગત વર્ષે ફોર્બ્સે જ્યારે દુનિયાની સૌથી તાકતવર મહિલાઓની યાદી પ્રકાશિત કરી ત્યારે રોશનીને તેમાં 54મંુ સૃથાન આપવામાં આવ્યું હતું તે આ યાદીમાં સતત 2017થી 2019 સુધી રહી. રોશનીના પિતાનું નામ શિવ નાદર છે.

કોરોના કાળમાં જ્યારે અનેક કંપનીઓએ આિર્થક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે રોશનીની કંપની એચસીએલનો નફો 31.7 ટકા વધીને 2925 કરોડ રૂપિયા થઇ ગયો છે. જેનો શ્રેય રોશનીના નેતૃત્વની ક્ષમતાને જાય છે. આ જ વર્ષે શિવ નાદરે પદ પરથી રાજીનામુ આપવાની જાહેરાત કરી હતી ત્યારે રોશનીએ આ પદ સંભાળી લીધુ અને કંપનીની કમાન હાથમાં લીધી અને કોરોના કાળમાં પણ નફો કરીને નવી સિદ્ધી મેળવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here