રોજગાર:19 ઉદ્યોગોમાં નોકરી વધી, EPFOમાં કંપનીઓ 51% અને કર્મચારી 19% વધ્યા

0
58
  • દિવાળી પર સારા સમાચાર, કોરોનાને લીધે ઘટી ગયેલી નોકરીઓ હવે વધવા લાગી છે
  • ઓટો-ગારમેન્ટ સહિત 5 ઉદ્યોગો પર અસર

કોરોના અને લૉકડાઉનને લીધે એપ્રિલ મહિનામાં નોકરી ગુમાવનારા લોકો માટે સારા સમાચાર છે. એપ્રિલ મહિનામાં ઘટી ગયેલી નોકરીઓ હવે વધવા લાગી છે. નોકરી ડૉટ કોમના નોકરી જોબ સ્પીક ઈન્ડેક્સ અનુસાર રિયલ એસ્ટેટ તથા પ્રોપર્ટી, ઈન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન તથા હેવી મશીનરી, ઓટો, હોટેલ, રેસ્ટોરાં, એરલાઈન્સ અને ટ્રાવેલ સહિત કુલ 19 ઔદ્યોગિક સેક્ટરમાં એપ્રિલની તુલનાએ સપ્ટેમ્બરમાં નિમણૂક વધી છે. સારા સંકેત ઈપીએફઓએ પણ આપ્યા છે. નવેમ્બરમાં EPFOમાં યોગદાન આપનારી કંપનીઓની સંખ્યા 51% એટલે કે 1.71 લાખ વધીને 5.04 લાખ થઈ ગઈ. જોકે એપ્રિલમાં આ સંખ્યા 3.33 લાખ રહી ગઇ હતી. EPFOમાં સભ્યોની સંખ્યા 19% વધી ગઈ છે.

ઓટો : તમામ 26,500 આઉટલેટ ખૂલ્યાં, જોબ ઘટી નથી
ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિયેશનના સીઈઓ સહર્ષ દામાણી કહે છે કે અમારી ઈન્ડસ્ટ્રી આશરે 46 લાખ રોજગારી આપે છે. ઓટો રિટેલમાં અપવાદને છોડી જોબ ગઈ નથી. ફાડા સાથે સંકળાયેલા 26,500 ડીલર આઉટલેટ છે તે બધાં ખૂલી ગયાં છે.

ગારમેન્ટ : ઈન્ડસ્ટ્રીમાં 30-35 લાખ માઈગ્રન્ટ્સ લેબર પાછા ફર્યા
ક્લોથિંગ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયાના ચીફ મેન્ટર રાહુલ મહેતા કહે છે કે આ ક્ષેત્રમાં 1.2 કરોડ લોકો કામ કરી રહ્યા છે. આશરે 65 લાખ પ્રવાસી મજૂરોમાંથી 35 લાખ કામ પર આવી ગયા છે. એક્સપોર્ટમાં સુધારો થયો છે.

એપ્રિલથી સપ્ટેમ્બર સુધી નોકરીઓમાં ગ્રોથ

ઈન્ડસ્ટ્રીનિમણૂકમાં ગ્રોથ
રિયલ એસ્ટેટ / પ્રોર્પટી367.38 %
ઈન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન / હેવી મશીનરી282.72 %
ઓટો / ઓટો સંલગ્ન275.09 %
હોટેલ / રેસ્ટોરાં / એરલાઈન્સ / ટ્રાવેલ178.73 %
મીડિયા / ડોટકોમ / મનોરંજન172.91 %
કન્સ્ટ્રક્શન / એન્જિનિયરિંગ / સિમેન્ટ્સ / મેટલ્સ169.91 %
એફએમસીજી / ફૂડ્સ / બેવરેજિસ168.19 %
કેમિકલ્સ / પેટ્રો કેમિકલ / પ્લાસ્ટિક / રબર150.70 %
આઈટી હાર્ડવેર એન્ડ નેટવર્કિંગ143.09 %

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here