રિપોર્ટ:આ વર્ષે ત્રીજા ક્વાટરમાં ફોન શિપમેન્ટમાં 17%નો વધારો, ટૉપ-5માં 4 ચાઈનીઝ કંપનીઓ

0
90
  • ભારતીય ટેક માર્કેટને ફેસ્ટિવ સેલને કારણે વધારે ફાયદો થયો
  • ઓફલાઈન માર્કેટની સરખામણીએ ઓનલાઈન માર્કેટમાં સેલ વધુ

કોવિડ-19ના કાળા વાદળો ધીરે ધીરે દેશની ટેક ઈન્ડસ્ટ્રી પરથી વિખેરાઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. IDC (ઈન્ટરનેશનલ ડેટા કોર્પોરેશન)ના રિપોર્ટ પ્રમાણે, વર્ષના ત્રીજા ક્વાટર (જુલાઈથી સપ્ટેમ્બર)માં ટૉપ 3 દેશોમાં ભારત 17% ગ્રોથ કરનારો એક માત્ર દેશ છે. ભારતમાં 54.3 મિલિયન (5.43 કરોડ) સ્માર્ટફોનનું શિપમેન્ટ થયું છે. આ દરમિયાન ચીન અને અમેરિકાના માર્કેટમાં શિપમેન્ટમાં ઘટાડો જોવા મળ્યો છે.

ભારતીય ટેક માર્કેટને ફેસ્ટિવ સેલને લીઘે ફાયદો થયો છે. ઓફલાઈન માર્કેટની સરખામણીએ ઓનલાઈન માર્કેટમાં સ્માર્ટફોનનો સેલ વધુ થયો છે. જોકે બંને માર્કેટમાં ગ્રોથ જોવા મળ્યો છે.

આ કારણે સ્માર્ટફોન માર્કેટમાં તેજી
ઓનલાઈન રિટેલર્સનો શેર આ દરમિયાન 48%ના ગ્રોથ સાથે ઓલ ટાઈમ હાઈ પર પહોચ્યો છે. વાર્ષિક આધારે 24%નો ગ્રોથ થયો છે. મોટા ભાગના ગ્રાહકોએ આ દરમિયાન ઓનલાઈન શોપિંગને પ્રાથમિકતા આપી છે. કારણ કે ઓનલાઈન બેંક ઓફર્સ સાથે બીજા ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યા હતા.

ઓફલાઈન ચેનલ્સે જૂન મહિના બાદ 11%નો મીડિયમ ગ્રોથ કર્યો છે. OEMs (ઓરિજિનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચર્સ)એ ઓછી કિંમતના સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. તેમાં ક્વૉડ કેમેરા, હાઈ મેગાપિક્સ કાઉન્ટ્સ, વધારે સ્ટોરેજ, મોટી બેટરીવાળા સ્માર્ટફોન સામેલ છે.

કેનાલિસનો રિપોર્ટ
કેનાલિસના રિપોર્ટ પ્રમાણે, જુલાઈથી સપ્ટેમ્બર મહિનામાં સ્માર્ટફોન શિપમેન્ટમાં 8%નો ગ્રોથ જોવા મળ્યો છે. આ ક્વાટરમાં 5 કરોડ યુનિટનું શિપમેન્ટ થયું છે. આ રેકોર્ડ કોઈ પણ સિંગલ ક્વાટરમાં સૌથી વધારે છે.

રેકોર્ડ શિપમેન્ટ માટે કેનાલિસના એનાલિસ્ટ એડવેટ મેરડિકર કહે છે કે, સ્માર્ટફોનનો સેલ વધ્યો છે. દેશમાં લોકડાઉન દૂર થયા બાદ માર્કેટમાં તેજી આવે છે. તમામ પ્લેટફોર્મ પર સ્માર્ટફોનની માગ વધી છે. ખાસ કરીને ફ્લિપકાર્ટ અને એમેઝોન પર ફેસ્ટિવ સીઝનમાં રેકોર્ડ સ્માર્ટફોન સેલ થયા છે. તેને લીધે માર્કેટમાં તેજી જોવા મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here