રિપબ્લિક ટીવીના અર્ણબ ગોસ્વામીની ધરપકડ, ટીવી ચેનલે પોલીસ પર મારપીટનો આરોપ મૂક્યો

0
67

અર્ણબ સતત શિવસેના અને પોલીસની ટીકા કરતો હતો
બુધવારમુંબઇ પોલીસે કહેવાતા ટીઆરપી કૌભાંડમાં રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્ણબ ગોસ્વામીની ધરપકડ કરી હતી. રિપબ્લિક ટીવીએ એવો આક્ષેપ કર્યો હતો કે મુંબઇ પોલીસે અર્ણબને મારપીટ કરી હતી.
અર્ણબને એના ઘરેથી અટકાયતમાં લેવાયો હતો. રિપબ્લિક ટીવીએ પોલીસ અને અર્ણબ વચ્ચે થતી ઝપાઝપીના ફૂટેજ પણ દેખાડ્યા હતા. અર્ણબે એવો આક્ષેપ કર્યો હતો કે મને મારા કુટુંબીઓ સાથે પોલીસે વાત પણ કરવા દીધી નહોતી કે મને મારી દવા પણ લેવા દીધી નહોતી.
અર્ણબે એવો પણ આક્ષેપ કર્યો હતો કે મને તો ઠીક, મારાં સાસુ-સસરા અને મારા પુત્રને પણ પોલીસે મારપીટ કરી હતી. મારી પત્ની સાથે પોલીસે ગેરવર્તન કર્યું હતું. 
અર્ણબે મહારાષ્ટ્ર વિધાનસભા દ્વારા વિશેષાધિકાર ભંગની મોકલાયેલી નોટિસના જવાબમાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ માત્ર કારણદર્શક નોટિસ છે. હજુ સુધી વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ રજૂ થયો નથી. તમે એફિડેવિટ કરો.
દરમિયાન કેન્દ્રના માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે અર્ણબ ગોસ્વામીની ધરપકડની ટીકા કરી હતી અને મહારાષ્ટ્રમાં પ્રચાર માધ્યમોની સ્વતંત્રતા પર મૂકાઇ રહેલા કાપની ટીકા કરી હતી. જાવડેકરે કહ્યુ કે ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટીની યાદ આ ઘટના તાજી કરાવે છે. એ સમયે પણ મિડિયા સાથે આવો વર્તાવ થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here