રિતિક રોશન ટૂંક સમયમાં હોલિવૂડની સ્પાય થ્રિલરમાં જોવા મળે તેવી શક્યતા

0
171

હિન્દી ફિલ્મોમાં એક્શન ફિલ્મોમાં રિતિક સ્ટન્ટ કરતો જોવા મળે જ છે પણ ટૂંક સમયમાં તે હોલિવૂડની ફિલ્મમાં પણ કંઈક આવું જ કામ કરતો જોવા મળે તો નવાઈ નહીં. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રિતિક રોશન દ્વારા થોડા સમય પહેલાં જ હોલિવૂડની એક સ્પાય થ્રિલર ફિલ્મ માટે ઓડિશન વીડિયો મોકલાવવામાં આવ્યો હતો. આ ઓડિશન વીડિયો બાદ એવી ચર્ચાએ જોર પકડયું છે કે, હોલિવૂડના એક પ્રોજેક્ટમાં હીરોની સાથે જ મોટી ભૂમિકામાં રિતિક રોશન પણ જોવા મળશે. સૂત્રોના મતે રિતિકની ટીમ દ્વારા લોસ એન્જેલસ ખાતેના એક મોટા પ્રોડક્શન હાઉસ સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં આ અંગે સચોટ માહિતી બહાર આવશે. મલ્ટિ મિલિયન પ્રોજેક્ટમાં તેને હીરોને સમાંતર ભૂમિકા આપવા અંગે પણ વિચારણા ચાલી રહી છે. બધું જ બરાબર પાર ઊતર્યું તો રિતિક ક્રિશ-૪નું શૂટિંગ પૂરું થયા બાદ આ પ્રોજેક્ટ પર કામ શરૂ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here