– કૃષિ કાયદાનો વિરોધ કરાશે
સંસદમાં પાસ થઈ ચૂકેલા કૃષિ કાયદાના વિરોધમાં કોંગ્રેસે બ્યુગલ ફૂંક્યુ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કૃષિ કાયદાના વિરોધમાં આજે પંજાબમાં ટ્રેક્ટર રેલી કરવાના છે. કોંગ્રેસની ટ્રેક્ટર રેલીની શરૂઆત મોગાથી થશે. આ રેલીને સફળ બનાવવા માટે કોંગ્રેસે મોટા પાયે તૈયારીઓ શરૂ કરી છે.
આ રેલીમાં લગભગ પાંચ હજાર ટ્રેક્ટર સામેલ થશે. આ સાથે જ કોંગ્રેસના મંત્રીઓ, વિધાયકો અને તમામ દિગ્ગજોને રેલીમાં હાજર રહેવાનું કહેવાયું છે. મોગાથી શરૂ થનારી આ રેલી હરિયાણાના રસ્તે દિલ્હીમાં જઈને સમાપ્ત થશે. પંજાબ કોંગ્રેસના પ્રવક્તાના જણાવ્યાં મુજબ રેલીઓ 3 ઓક્ટોબરથી શરૂ થઈ ગઈ છે.
આ રેલીઓ 5 ઓક્ટોબર સુધી ચાલશે. આજે થનારી આ રેલીઓમાં સામેલ થવા માટે રાહુલ ગાંધી એક જનસભા માટે કારથી ભવાનીગઢ પહોંચશે. ત્યારબાદ તેઓ સમાના, પટિયાલા માટે ટ્રેક્ટર પર સવાર થશે.
પાંચ ઓક્ટોબરના રોજ ધુદન સાધન (પટિયાલા)થી રેલી એક જનસભા સાથે શરૂ થશે અને પિહોવા બોર્ડર સુધી ટ્રેક્ટરથી 10 કિલોમીટરનું અંતર કાપશે. જ્યાંથી રાહુલ ગાંધી હરિયાણામાં પ્રવેશ કરશે.