રામ મંદિરમાં પહેલી વખત 11 હજાર દીપ પ્રગટાવાશે, 6 લાખ દીવાથી ઝળહળશે સરયૂ તટ

0
40

દિવાળી પર અયોધ્યાને ભગવાન રામના સ્વાગત માટે સજાવવામાં આવી છે. આજે પહેલી વખત રામલલા મંદિરમાં 11 હજાર દીપ પ્રગટાવાશે, તો આ તરફ સરયૂના 24 તટને 6 લાખ દીવાથી સજાવાયા છે. જે આજે સાંજે ઝગમગશે.

CM યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ સાંજે રામ જન્મ ભૂમિ પરિસરમાં રામલલાના દર્શન કરશે. ત્યારપછી દીપ પ્રગટાવીને દિપોત્સવનું ઉદ્ધાટન કરશે. આ બધાની વચ્ચે કોવિડ પ્રોટોકોલનું પાલન કરાવવા માટે અયોધ્યાને સીલ કરી દેવાયું છે. બહારના લોકોના અયોધ્યામાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.

દીપ શ્રૃંખલામાં મહિલા સશક્તિકરણનું પ્રદર્શન
સરયૂના કાંઠા પર સજાવાયેલી દીપ શ્રૃંખલામાં મહિલા સશક્તિકરણના સંદેશ આપવામાં આવ્યો છે. અવધ યુનિવર્સિટીના કલા અને ફાઈન આર્ટ્સ વિભાગના વિદ્યાર્થીઓએ દીવા સાથે રામ કથાના પ્રસંગોને દેખાડ્યા છે.

મુખ્ય ઝલકમાં ઘાટ નંબર-2 પર સામાજિક સમરસતા અને મહિલા સશક્તિકરણનો સંદેશ આપવામાં આવ્યો છે. ઘાટ નંબર-3 પર વનવાસથી 14 વર્ષ પછી પાછા આવેલા ભગવાન શ્રીરામના પુષ્પક વિમાનને દીપથી તૈયાર કરવામાં આવ્યા છે. ઘાટ નંબર-5 પર પહાડ લઈને હનુમાનજીની છબી દેખાડવામાં આવી છે. તો આ તરફ 10 નંબરના ઘાટ પર શ્રીરામના દરબારની પેઈન્ટિંગ બનાવવામાં આવી છે.

અયોધ્યામાં સૂચના તથા જનસંપર્ક વિભાગ તરફથી લગાવાયેલી તસવીર

ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો
DIG દીપક કુમારના જણાવ્યા પ્રમાણે, ડ્રોન કેમેરાથી આખાય અયોધ્યાની દેખરેખ રાખવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તહેનાત છે. અયોધ્યામાં જ 12 સ્થળ પર રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. એમ્બ્યુલન્સ અને દર્દી વાહનો માટ વિશેષ ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો છે.

દીપોત્સવ 2020ના મુખ્ય કાર્યક્રમ

  • 3.00 વાગ્યે મુખ્યમંત્રી યોગી અને રાજ્યપાલ આનંદીબેન પટેલ અયોધ્યા એરપોર્ટ પહોંચશે.
  • 3.30 વાગ્યે મુખ્યમંત્રી અને રાજ્યપાલ રામલલા સામે પહેલો દીપ પ્રગટાવશે.
  • 4.00 વાગ્યે રામ જન્મભૂમિ પરિસરથી મુખ્યમંત્રી અને રાજ્યપાલ રામ કથા પાર્ક રવાના થશે.
  • રામ કથા પાર્કમાં ભગવાન શ્રીરામ અને માતા સીતાનું સ્વાગત કરશે. રાજ્યાભિષેક પણ થશે.
  • સાંજે 5.00 વાગ્યે મુખ્યમંત્રી અને રાજ્યપાલ સરયૂ ઘાટ પર આરતી કરશે. ત્યારપછી રામ કી પૈડી પર દીપદાન કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here