રામ બોલો ભાઈ રામ કેમ બોલે છે ?

0
89

 ડાઘુઓ સ્મશાને શબને લઈ જતાં

– બીજા કોઈ ભગવાનનું નામ લેતા નથી?

જેણે પોતાના અવતાર કાર્ય દ્વારા સમાજમાં રામરાજ્યની સ્થાપના કરી તે રામ આજે ભારત વર્ષના માનવીના હૃદય કમળમાં શાશ્વત બિરાજે છે. ત્રેતાયાં રઘુનન્દનં ।।

રઘુકુળના રામ શિરોમણી છે. જ્યારે રામને વનવાસ મળ્યો ત્યારે શ્રી રામના મુખ ઉપર એજ શાંત સૌમ્ય, મંદ સ્મિત સભર રેખાઓ હતી. શ્રી રામ ભારતની જનતાના હૃદયનો પ્રાણ છે. ‘રામ’ શબ્દ બોલવાથી જીવનના પાપો ટળે ગાંધીજીને ગોળી વાગી ત્યારે અંતીમ શબ્દો શ્રી રામ હતા. ‘રામ રાખે તેને કોણ ચાખે આ વાક્ય લોકોના માનસમાં ઓતપ્રોત છે. જગતના છત્ર રૂપ મુકુટ રૂપ શોભનારા પ્રભુ રામ છે. તુલસીદાસ કહે છે ? તુલસી ‘રા’ કે કહત હિ, નિકસત પાપ બહાર । ફિર આવન પાવત નહિ, દેત ‘મ’ કાર કિબારા ।।

રામ બોલતાં જ જીવનના પાપ નષ્ટ થઈ જાય છે. ‘રામ’નામ મંત્ર છે. આ મંત્ર બોલવાથી જીવનું કલ્યાણ થાય છે. ‘રામ’ ને નામે પત્થરો તર્યા તો માનવ કેમ ન તરે ? સમુદ્રમાં પત્થર નાખવાનો પ્રસંગ જાણીતો છે. રામનો જન્મ નવમીએ થયો છે. આ અંકશાસ્ત્ર પુણાંક છે. આ નવનો આંકડો બ્રહ્મનુ ઇશનું પ્રતીક છે. ‘નવ’ના આંકડાના ભાગ કરીયે તો તે દરેક ભાગનો સરવાળો નવ જ આવે. ‘રામ’ દેવત્વ રામે જ નિર્માણ કર્યું. રામનો જન્મ બપોરના બાર વાગે થાય છે. જીવન અને જગત જ્યારે આધિ વ્યાધિ અને ઉપાધિના પ્રખર તાપથી તપ્ત થઈ જાય છે ત્યારે તેમને શાંતિ અને સુખ આપવા પ્રેમ, પવિત્ર્ય અને પ્રસન્નતાના ચંદા એવા પ્રભુ રામ જન્મે છે. પ્રભુને રામ ચંદ્ર કહેવામાં આવે છે. કારણકે રામ’ચંદ્ર’ જેવી શીતલતા આપે છે. નિરવ શાંતિ આપે છે. બાર વાગે પ્રભુ કેવી શીતળતા આપે છે ? પ્રભુ અયોધ્યામાં જનમ્યાં ન યોધ્યા’ જે સ્થાને કોઈ લડવા જેવું જણાતું નથી કે લડવાનો વિચાર કરતું નથી તે અયોધ્યા.

રામનું જીવન સાકાર છે. તેને મોઢામાં મૂકે તો નરી મીઠાશ જ આવે આવા સદ્ગુણોને લીધે માણસની અંતીમ યાત્રામાં ડાઘુઓ રામ બોલો ભાઈ રામ બોલે છે.

– બંસીલાલ જી. શાહ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here