રાજ્યમાં કોરોનાની સ્થિતિ જોઇ સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, ગુજરાત સરકારની કાઢી ઝાટકણી

0
70

ગુજરાત સહિત દેશનાં ચાર રાજ્યોમાં કોરોનાની સ્થિતી અંગે સુપ્રીમ કોર્ટે (Supreme court)સ્ટેટસ રીપોર્ટ માંગ્યા છે. ગુજરાતમાં કોરોનાના કેસો વધતાં સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે. ગુજરાતની વિજય રૂપાણી (Vijay Ruapni)સરકારે બે દિવસમાં આ રીપોર્ટ સુપ્રીમ કોર્ટમાં આપવાનો રહેશે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, આસામ અને દિલ્હી એ ત્રણ રાજ્યો મળીને કુલ ચાર રાજ્યોને બે દિવસમાં સ્ટેટસ રીપોર્ટ આપવા માટે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે.

ગુજરાત સહિતનાં ચારેય રાજ્યોમાં ડીસેમ્બર મહિનામાં સ્થિતી અત્યંત ગંભરી બની શકે છે એવી ચેતવણી પણ અપાઈ છે. ગુજરાતમાં કોરોનાના કેસો વધતાં વિજય રૂપાણી સરકારે અમદાવાદમાં 57 કલાકનો સંપૂર્ણ કરફ્યૂ લગાવી દીધો હતો. આ ઉપરાંત રાજ્યનાં ચાર મોટાં શહેરો અમદાવદ, રાજકોટ, સુરત અને વડોદરામાં નાઈટ કરફ્યુ લગાવ્યો છે. આ ચાર શહેરોમાં દિવસના કેટલાક કલાકો દરમિયાન પણ કરફ્યુ લગાવી શકે છે એવી અટકળો પણ વહેતી થઈ છે ત્યારે સુપ્રીમ કોર્ટનો આદેશ મહત્વનો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here