રાજૂ શ્રીવાસ્તવ પછી હવે જોની લીવરે ભારતીને લઈને આપ્યું નિવેદન, કહ્યું- ડ્રગ્સ એક દિવસ બોલિવૂડને ખરાબ કરી દેશે

0
76

ટીવીની જાણીતી કોમેડિયન ભારતી સિંહ (Bhartisingh)અને તેના પતિ હર્ષ લિંબાચિયા(Harsh Limbachiya) મોટી મુશ્કેલીમાં ફસાયા છે. ભારતીસિંહ (Bharti singh)અને તેના પતિ હર્ષ લિંબાચિયા(Harsh Limbachiya) ને NCB દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બંનેને મુંબઈને કિલા કોર્ટે ડ્રગ્સ કેસમાં ન્યાયિક કસ્ટડીમાં રાખવાનો ચૂકાદો આપ્યો છે. જો કે ભારતી અને તેના પતિ હર્ષે પોતાના જામીન અરજી કરી હતી. જેની સુનાવણી આજે કરવામાં આવશે.Ads by 

ભારતીસિંહ (Bharti singh) અને તેના પતિ હર્ષ લિંબાચિયા(Harsh Limbachiya) ને 4 ડિસેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. ભારતીસિંહ(Bharti singh)ને કલ્યાણ જેલમાં શિફ્ટ કરવામાં આવી છે જ્યારે હર્ષ લિંબાચિયા(Harsh Limbachiya) ને તલોજા જેલમાં મોકલવામાં આવ્યો છે. ડ્રગ્સ સેવનનો મામલો છે એટલે જામીન અરજી કિલા કોર્ટમાં દાખલ કરવામાં આવશે. બંનેની અરજી ઉપર આજે સુનાવણી હાથ ધરવામાં આવશે. ત્યારપછી ખબર પડશે કે ભારતી સિંહને રાહત મળશે કે નહીં.

ડ્રગ્સ કેસમાં ભારતીસિંહ(Bharti singh)નું નામ આવ્યા પછી કોમેડિયનને લઈને ઈન્ડસ્ટ્રીમાં વાતો અને ચર્ચા થઈ રહી છે. હાલમાં જ કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવે ભારતીને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારબાદ આજે જોની લીવરે (Johnny Lever)ભારતીસિંહ (Bharti singh) અને હર્ષ લિંબાચિયા(Harsh Limbachiya) ની ધરપકડ અને ડ્રગ્સના સેવનને લઈને પોતાનો મત રજૂ કર્યો છે. સાથે તેણે બંનેને એક અપિલ પણ કરી છે. જોની લીવરે(Johnny Lever) એક ખાનગી ચેનલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હું ભારતી અને હર્ષને એક વાત કહેવા માંગુ છું. જ્યારે તમે લોકો બહાર આવો સાથે કામ કરવાવાળા નાના અને મોટા દરેક આર્ટિંસ્ટને વિનંતી કરજો કે તે ડ્રગ્સનું સેવન ન કરે. જોની લીવરે(Johnny Lever)આગળ કહ્યું કે, સંજય દત્તને જુઓ તેણે દૂનિયા સામે કબૂલ કર્યું કે ડ્રગ્સ લેતો હતો અને કેવી રીતે તેણે તેનાથી છુટકારો મેળવ્યો. આનાથી મોટું બીજું શું ઉદાહરણ હોય શકે. પોતાની ભૂલ સ્વિકારો અને ડ્રગ્સનું વ્યસન છોડી દેવાનું નક્કી કરો. આ કેસ માટે તમને કોઈ ફુલોનો ગુલદસ્તો આપવા માટે નહીં આવે.

જોની લીવરે (Johnny Lever)કહ્યું કે હવે ડ્રગ્સનું સેવન એવું છે જે પહેલાના સમયમાં દારૂનું હતું. દારૂ ખુબ જ આસાનીથી મળી જતુ હતું અને ખુબ જ પાર્ટીઓ થતી હતી. મેં પણ દારૂ પીવાની ભૂલ કરી છે. પરંતુ હવે મને સમજાયું કે દારૂ મારા ટેલેન્ટ અને ક્રિએટિવિટીને ખરાબ કરે છે તો મેં દારૂ છોડી દીધો.

ડ્રગ્સના ઉપયોગને લઈને જોની લીવરે કહ્યું કે, આજના સમયમાં ક્રિએટિવ લોકોનું ડ્રગ્સ લેવુંએ આજે હદ કરતા આગળ નિકળી ગયું છે. અને જો તમે ડ્રગ્સ લેતા પકડાઈ જાઓ તો વિચારો તમારા ઘરવાળા ઉપર શું વિતશે ? જે તમારી કહાની ટીવી ઉપર જોઈ રહ્યા છે. જો આ ડ્રગ્સ લેવાનું યથાવત રહેશે તો સમગ્ર ઈન્ડસ્ટ્રી ખરાબ થઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here