રાજસ્થાનનો બેટિંગઓર્ડર વેરવિખર, કોલકાતા જીત્યું

0
126

। દુબઇ ।

ઇયોન મોર્ગને છેલ્લી ઓવર્સમાં નોંધાવેલા ઉપયોગી રન બાદ ભારતના યુવા બોલર્સે કરેલી શિસ્તબદ્ધ બોલિંગની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સે અહીં રમાયેલી આઇપીએલ ટી૨૦ લીગની મેચમાં રાજસ્થાન રોયલ્સને કોઇ પણ મુશ્કેલી વિના ૩૭ રનથી પરાજય આપ્યો હતો. કોલકાતાના છ વિકેટે ૧૭૪ રનના સ્કોર સામે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર રાજસ્થાનની ટીમ નવ વિકેટે ૧૩૭ રન બનાવી શકી હતી. દુબઇમાં અત્યાર સુધી છ મેચો રમાઇ છે અને આ તમામમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમનો વિજય થયો હતો. રનચેઝ કરનાર રાજસ્થાનની ટીમ માટે ટોમ કરને ૩૬ તથા ઓપનર જોસ બટલરે ૨૧ તથા તિવાટિયાએ ૧૪ રનનું યોગદાન આપ્યું હતું. બાકીના બેટ્સમેનો બેવડા આંકનો સ્કોર પણ નોંધાવવામાં નિષ્ફળ રહ્યા હતા. કોલકાતા માટે શિવમ માવી, નાગરકોટી તથા વરુણે બે-બે વિકેટ ખેરવી હતી. આ અગાઉ કોલકાતાની ઇનિંગ્સમાં શુભમન ગિલના ૪૭ તથા ઇયોન મોર્ગનના ૩૪ રન મુખ્ય રહ્યા હતા.

દુબઇમાં કેચ છૂટવાની પરંપરા જારી । રાજસ્થાનના પ્લેયર રોબિન ઉથપ્પાએ કોલકાતાના સુનીલ નરૈનનો આસાન કેચ પડતો મૂકીને દુબઇમાં કેચ પડતા મૂકનાર ખેલાડીઓની યાદીમાં પોતાનું નામ ઉમેરી દીધું હતું. દુબઇ ખાતે રમાયેલી છ મેચમાં આ કુલ ૨૩મો કેચ પડતો મૂકાયો હતો. અખાતી પ્રદેશના બીજા બે સ્ટેડિયમ શારજાહ અને અબુધાબીમાં રમાયેલી છ મેચમાં સંયુક્ત રીતે માત્ર ૧૧ કેચ પડતા મુકાયા છે. ગ્રાઉન્ડ કે તેની ફ્લડ લાઇટ્સને જવાબદાર ગણતા પહેલાં જો અડધી સંખ્યાના કેચ ગણીએ નહીં તો પણ દુબઇ સેન્ટર ૧૦ની સામે પાંચ કેચથી આગળ છે.

જોફ્રા આર્ચરની પ્રથમ ઓવરમાં બોલની સ્પીડ

પ્રથમ બોલ ।   ૧૪૭ kmph

બીજો બોલ ।    ૧૫૦.૭ kmph

ત્રીજો બોલ ।    ૧૪૯.૯ kmph

ચોથો બોલ ।    ૧૪૭.૮ kmph

પાંચમો બોલ । ૧૫૦ kmph

છઠ્ઠો બોલ ।     ૧૫૦.૮ kmph

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here