રાજકોટમાં સામે આવ્યા કોરોનાનાં થથરાવી મૂકે તેવા કિસ્સા, લોહીના ગઠ્ઠા જામી ગયા પણ…

0
149

કોરોના વાયરસનો ભયાનક ચહેરો હવે સામે આવી રહ્યો છે, કોરોનાએ 7 દર્દીનાં 70 ટકા ફેફસાં ડેમેજ કરી નાખ્યાં ત્યાં સુધી શરીરમાં લક્ષણો દેખાયાં જ નહીં, તો લોહીની નળીમાં ગઠ્ઠા જામી જતાં 3ને લકવાની અસર થઇ છે. આ ખુલાસો અમદાવાદના પ્રખ્યાત ડોક્ટર નરેન્દ્ર રાવલ (ફેફસાના નિષ્ણાંત)એ કર્યો છે. આ તમામ દર્દીઓ રાજકોટમાં સામે આવી ચૂક્યા છે.

કોરોનામાં ફેફસાં ડેમેજ થઈ ગયાં સુધી કોઈ લક્ષણો જ ન હોય એ પહેલાં સાંભળ્યું જ હતું, પણ હવે તો જોવા મળી રહ્યું છે. હાલમાં એવા 7 તો સારવાર લઈ રહ્યા છે. જેમને સામાન્ય ખાંસી આવતી હતી. ઓક્સિજન પણ નોર્મલ હતું, સિટી સ્કેન કરતાં ખબર પડી કે 70 ટકા ફેફસાં ડેમેજ છે. આવા દર્દીઓને પછી એકદમથી માયોકાર્ડિટીસ એટલે કે હૃદયની નળી બ્લોક થઈ જતાં હુમલા આવે છે.

આ ઉપરાંત બીજી સમસ્યા થતાં રિકવર થઈ શકતા નથી. એક દર્દી તો 90 ટકા ડેમેજ ફેફસાં સાથે સામે આવ્યા છે . આ ઉપરાંત થ્રમ્બોસિસ એટલે કે શરીરના અલગ અલગ અંગોમાં લોહી પહોંચાડતી નળીઓમાં લોહીના ગઠ્ઠા થઈ જાય છે. પગની નસમાં થાય તો પગ કામ કરવાના બંધ કરે છે, અને લકવો પણ થઈ જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here