કોરોના સંક્રમણને ખાળવા હજુ કોચિંગ કલાસ ખોલવાની મંજૂરી સરકારે આપી નથી ત્યારે રાજકોટમાં એક કોચિંગ કલાસ ચાલુ કરી વિદ્યાર્થીઓને ટ્યુશન માટે બોલાવતા પોલીસે બાતમીને આધારે રેડ કરી સંચાલક સામે ગુનો નોંધ્યો છે.
રાજકોટમાં નંદી પાર્ક મેઈન રોડ પર આવેલા લક્ષ્ય ગ્રુપ ટ્યુશન કલાસીસમાં વિદ્યાર્થીઓ ને બોલાવવામાં આવતા હોય પોલીસે જાહેરનામાના ભંગ બદલ સંચાલક કેતન દેવજીભાઈ ઠક્કર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.