રજનીકાંત સાથે કામ કરી ચૂકેલા અભિનેતાની હાલત ખુબ ગંભીર, સારવાર માટે પૈસા જ નથી

0
74

સાઉથના સુપરસ્ટાર રજનીકાંત(Rajinikanth)ની ફિલ્મ Annaattheમાં કામ કરનાર કોમેડિયન એક્ટર થાવસી એક ગંભીર બીમારી સામે લડી રહ્યો છે. એક્ટરને કેન્સર છે અને તેની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે સારવારના પૈસા પણ નથી. આવી સ્થિતિમાં અભિનેતા થાવાસીએ તેના સહ-કલાકારો અને સેલેબ્સની આગળ હાથ ફેલાવ્યા છે. તેણે સારવાર માટે તેના સાથી કલાકારોને કહ્યું કે-મદદ કરો.

થાવસીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે પોતાની બીમારી વિશે જણાવી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેની માંદગીને કારણે તેનું વજન ઘણું ઓછું થઈ ગયું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે થાવસી ખૂબ જ નબળો દેખાઈ રહ્યો છે. વીડિયોમાં થાવાસીએ મદદ માટે વિનંતી કરતાં કહ્યું કે – ‘મેં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. 1993માં આવેલી Kizhakku Cheemayileથી લઈને રજનીકાંતની ફિલ્મ Annaatthe સુધી. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારી સાથે આવું થશે. મને આ રોગ થશે એવો સપનામાં પણ ખ્યાલ નહોતો. હું વિનંતી કરી રહ્યો છું કે મારી સારવાર માટે મારી ફિલ્મનો પરિવાર મને મદદ કરો.

આ વીડિયો જોઈને સોશિયલ મીડિયા પર લોકો અભિનેતા જલ્દી રિકવર થઈ જાય એવી પ્રાર્થના કરી રહ્યા છે. તે જ સમયે ઘણા લોકો કહે છે કે થાવાસીની આવી પરિસ્થિતિ જોઈને વિચારી શકાય કે, જુનિયર કલાકારો કેવી રીતે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખતા હશે. તો વળી કોઈએ એમ કહ્યું કે- નાનો એક્ટર પોતાનો આખું જીવન મોટો બ્રેક મળે એવી આશા સાથે એક્સ્ટ્રા કલાકાર તરીકે આખું જીવન પસાર કરી નાંખે છે. ત્યારે આ વીડિયો બાદ મોટા મોટા સેલેબ્સ પણ થાવસીની મદદ માટે વિનંતી કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, થાવસીએ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 30 વર્ષ કામ કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here