યુનોમાં પાકિસ્તાનની આબરુના ધજાગરા થયા

0
42

એના પ્રસ્તાવને 100થી વધુ દેશોએ મત ન આપ્યો

-પહેલીવાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો

આંતરાષ્ટ્રીય મંચ પર ફરી એકવાર પાકિસ્તાનની આબરુનો ધજાગરો થયો હતો. પાકિસ્તાને રજૂ કરેલા એક ઠરાવ પર સોથી વધુ દેશોએ મતદાન કર્યું નહોતું.

પાકિસ્તાને પહેલીવાર પરસ્પર અને સાંસ્કૃતિક આદાન પ્રદાનનો મુદ્દો રજૂ કર્યો હતો.  એમાં 52 દેશો મતદાન ટાણે ગેરહાજર રહ્યા હતા અને 51 દેશોએ મત આપ્યો નહોતો. મતદાન નહીં કરનારા મોટા ભાગના દેશો આફ્રિકી દેશો અને નાના-નાના દેશો હતા. પાકિસ્તાને ફિલિપાઇન્સની સાથે મળીને આ સહિયારો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

પરંતુ આ પ્રસ્તાવને પૂરતા મતો ન મળતાં આ પ્રસ્તાવનું આપોઆપ બાળમરણ થઇ ગયું હતું અને ફરી એકવાર પાકિસ્તાન યુનોમાં એકલું પડી ગયું હતું. એની રહીસહી આબરુનું ધોવાણ થઇ ગયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here