યાત્રાને સફળ અને લાભકારી બનાવે છે હથેળીના આ નિશાન

0
63

જીવનમાં યાત્રા કેટલી થશે અને તે સફળ થશે કે નહીં તે યોગ હસ્તરેખાઓ દર્શાવે છે. રેખાઓની બનાવટ પરથી જાણી શકાય છે કે વ્યક્તિની યાત્રા કયા પ્રકારની થશે. એટલે કે તે યાત્રા રોગ માર્ગે કરશે, સમુદ્ર માર્ગે કે પછી હવાઈ માર્ગે યાત્રા કરશે. આ સાથે જ હસ્તરેખાઓ જણાવે છે કે યાત્રાઓથી તેમને કેવા લાભ થશે. કઈ રેખા યાત્રા દર્શાવે છે તે જાણીએ હવે.

મણિબંધથી નીકળી અને કોઈ રેખા જો મંગળ પર્વત તરફ આવતી હોય તો તે વ્યક્તિના જીવનમાં સમુદ્રી વિદેશ યાત્રા યોગ સર્જાય છે. પ્રથમ મણિબંધથી ઉપર ચંદ્ર પર્વત પર પહોંચતી રેખા સર્વાધિક શુભ માનવામાં આવે છે. એટલે કે આ હસ્તરેખા શુભ અને લાભકારી યાત્રાઓ દર્શાવે છે. 

જો ચંદ્ર પર્વતથી ઉઠતી આડી રેખાઓ ચંદ્ર પર્વતને પાર કરી ભાગ્ય રેખા સુધી જાય તો વિદેશની મહત્વની અને ફળદાયી યાત્રા થાય છે. કોઈ જાતકના જમણા હાથમાં વિદેશ યાત્રાની રેખા હોય અને ડાબા હાથમાં આ રેખા ન હોય અથવા રેખા સ્વયં જ ઉત્સાહહીન હોય તો વિદેશ યાત્રા રદ્દ થઈ શકે છે. 

જો યાત્રા રેખા તૂટેલી અથવા અસ્પષ્ટ હોય તો યાત્રાનો માત્ર યોગ સર્જાય છે. પ્રત્યક્ષ કોઈ યાત્રા થતી નથી. યાત્રા રેખા પર કોઈ ક્રોસ હોય તો યાત્રા દરમિયાન અકસ્માત અથવા અન્ય કોઈ દુર્ઘટના થવાની આશંકા હોય છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here