મોરેટોરિયમ પર સુનાવણી:સુપ્રીમ કોર્ટે કહ્યું- ક્રેડિટ કાર્ડ પર વ્યાજમાં રાહત ન આપવામાં આવે, લોકો તેનાથી ખરીદી કરતા હતા

0
46
  • RBIએ કહ્યું હતું- બેન્ક EMI પર વ્યાજ માફ કરીશુ તો બે લાખ કરોડનું નુકસાન થશે
  • સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે વ્યાજ પર વ્યાજ લેવાનો કોઈ મતલબ નથી

લોન મોરેટોરિયમની બાબતમાં સુપ્રીમ કોર્ટે ગુરુવારે સુનાવણી કરી હતી. કોર્ટે કહ્યું કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારને કંમ્પાઉન્ડ ઈન્ટરેસ્ટમાં રાહતનો કોઈ લાભ ન મળવો જોઈએ. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનાર લોકોએ કોઈ લોન લીધી નથી, પરંતુ તેનાથી ખરીદી કરી રહ્યા છે.

કેન્દ્રએ કોરોના દરમિયાન લોન મોરેટોરિયમ પર કમ્પાઉન્ડ ઈન્ટરેસ્ટની ભરપાઈ કરવાનો દાવો કર્યો છે. સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે તેઓને ક્રેડિટ કાર્ડ પર એક્સ ગ્રેશિયા મળ્યો છે. આ વાત પર કોર્ટે ક્રેડિટ કાર્ડ પર ટિપ્પણી કરી છે.

બેન્ક પોતે લોન લેનારનો સંપર્ક કરી રહી છે
સુનાવણી દરમિયાન મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે કમ્પાઉન્ડ ઈન્ટરેસ્ટને પરત કરવાની બેન્કની જવાબદારી છે. લોન લેનારે બેન્કના ચક્કર નહીં લગાવવા પડે. મહેતાએ કહ્યું કે અમે એ નિર્ણય લીધો છે કે જેઓએ મોરેટોરિયમ દરમિયાન EMI ભર્યા છે તેઓને સજા નહીં મળે. મોરેટોરિયમનો લાભ લેનાર અને ન લેનાર બન્નેને ફાયદો થશે.

સરકારે સુપ્રીમ કોર્ટમાં કમ્પાઉન્ડ વ્યાજ ચૂકવવાની વાત કરી હતી
આ પહેલા 2 ઓક્ટોબરના રોજ નાણા મંત્રાલયે સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામુ રજૂ કર્યુ હતું. જેમા કેન્દ્ર સરકાર તરફથી જાણકારી આપવામાં આવી હતી કે સરકાર 2 કરોડ રૂપિયા સુધીની લોનના EMI પર વસુલવામાં આવેલા કમ્પાઉન્ડ ઈન્ટરેસ્ટ ચૂકવશે.

RBIએ કહ્યું- વ્યાજ માફીથી બેન્કોની બેલેન્સ શીટ પર ખરાબ અસર પડશે
આજે ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ કોર્ટમાં એક સોગંદનામુ રજૂ કર્યુ હતું. જેમા કહેવાયું હતું કે બેન્કો વ્યાજ માફી કરશે તો તેઓની બેલેન્સ શીટ ઉપર ખરાબ અસર થશે. જેનાથી બેન્કોના ડિપોઝિટર્સ પણ પ્રભાવિત થશે. RBI કહ્યું છે કે સુપ્રીમ કોર્ટે 4 સપ્ટેમ્બરથી EMI ન ચૂકવનારને ડિફોલ્ટરના લિસ્ટમાં ન મૂકવાનો નિર્ણય કર્યો હતો, તેને તાત્કાલિક ખતમ કરવો જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here