મોબાઈલ-ચલણી નોટોનો ઉપયોગ કરવો પડી શકે છે ભારે, કોરોનાને લઈ થયો સનસની ખુલાસો

0
97

કોરોના વાયરસને લઈને સનસની ખુલાસો થયો છે. અત્યાર સુધી માનવામાં આવતું હતું કે, કોરોના વાયરસ મોબાઈલની સ્ક્રિન અને ચલણી નોટો પર એકાદ સપ્તાહ સુધી જ સક્રિય રહી શકે છે પરંતુ તાજેતરમાં થયેલા એક ખુલાસાએ ભારે સનસની મચાવી દીધી છે.

હાથ ધરવામાં આવેલા એક સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે, ચલણી નોટો અને મોબાઇલ ફોન પર કોરોના વાઇરસ 28 દિવસ સુધી સક્રિય રહે છે. માટે ચલણી નાણા અને મોબાઇલ ફોન આ બન્ને મારફતે કોરોના વાયરસ ફેલાવવાની શક્યતાઓ ખુબ જ વધુ માનવામાં આવે છે. જોકે નિયમિત હાથ ધોવાથી સહિતની પ્રક્રિયાથી આ વાઇરલને ફેલતો અટકાવી શકાય. વાઇરોલોજી જર્નલમાં આ સંશોધનને પ્રકાશિત કરવામાં આવ્યું હતું.

ઓસ્ટ્રેલિયન નેશનલ સાઇન્સ એજન્સી દ્વારા હાથ ધરાયેલા સંશોધન મુજબ કોરોના વાઇરસ ચલણી નોટો, સ્માર્ટફોનની સ્ક્રીન, ગ્લાસ, સ્ટેઇનલેસ, સ્ટીલ પર 28 દિવસ સુધી રહી શકે છે. આમ આ તમામ સાધનો કોરોના વાયરસ ફેલાવવાના મુખ્ય વાહક સમાન સાબિત થઈ શકે છે. કારણ કે, આ તમામ વસ્તુઓ વ્યક્તિના રોજીંદા વપરાશની છે.

સંશોધનમાં સામે આવેલી વિગતોએ લોકોની મુશ્કેલીઓ વધારી છે. અત્યાર સુધી માનવામાં આવતુ હતું કે, કોરોના વાયરસ સ્માર્ટફોનની સ્ક્રીન, ચલણી નોટો સહિતની વસ્તુઓ પર એક સપ્તાહ સુધી જીવીત રહે છે. ત્યાર બાદ તે નિષ્ક્રિય થઈ જાય છે. પરંતુ આ માન્યતાને તાજેતરમાં હાથ ધરવામાં આવેલા પરિક્ષણે ઉંધા માથે પલટી નાખ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here