મોદીજી ખેડૂતો સાથે ચોરી કરવાનુ બંધ કરો , રાહુલ અને પ્રિયંકા ગાંધી ભારત બંધના સમર્થનમાં ઉતર્યા

0
49

એક તરફ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ ખેડૂતોના સમર્થનમાં જન્મ દિવસ નહીં મનાવવાની જાહેરાત કરી છે તો બીજી તરફ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આજે ખેડૂતોના ભારત બંધના એલાનના સમર્થનમાં ઉતર્યા છે.

રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધતા કહ્યુ હતુ કે, મોદીજી ખેડૂતો સાથે ચોરી બંધ કરો.બધા દેશવાસી જાણે છે કે, આજે ભારત બંધ છે.લોકોને મારી અપીલ છે કે આ એલાનનુ સમર્થન કરીને ખેડૂતોના સંઘર્ષને સફળ બનાવવામાં આવે.

બીજી તરફ પ્રિયંકા ગાંધીએ પણ કહ્યુ હતુ કે, જે ખેડૂત ખેતી કરીને પરસેવો પાડીને આપણી થાળીઓ ભરે છે તે ખેડૂતોને ભાજપ સરકાર પોતાના અબજપતિ મિત્રોના ખિસ્સા ભરવા માટે ભટકી ગયેલા ગણાવી રહી છે.આ સંઘર્ષ આપણી થાળી ભરનારા અને અબજપતિઓના ગજવા ભરનારા વચ્ચે છે.આપણે ખેડૂતોનો સાથ આપીએ તેવી અપીલ છે.

ભારત બંધને જે રાજકીય પાર્ટીઓએ સમર્થન આપ્યુ છે તેમાં કોંગ્રેસ પણ સામેલ છે.કોંગ્રેસે ભારત બંધના એલાનને ટેકો આપ્યો છે .રાહુલ ગાંધી પહેલા પણ કહી ચુક્યા છે કે, ખેડૂતો માટેના કૃષિ કાયદા સરકારે પાછા લેવા જ પડશે અને તેના સીવાય બીજી કોઈ વાત નહીં કરવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here