મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ 3 માસની નીચી સપાટી પર, 56.3 રહ્યો

0
62

કોરોના સંક્રમણ ફરી વધવાના કારણે નવેમ્બર માસમાં ફેક્ટરી ઓર્ડરમાં ઘટાડો થવા ઉપરાંત નિકાસ વેપારો ઘટ્યાં છે તેમજ ગ્રાહકોની ખરીદ શક્તિમાં થયેલા ઘટાડાના કારણે મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ નવેમ્બર માસમાં ત્રણ માસની નીચી સપાટી પર પહોંચ્યો હોવાનું સર્વેમાં દર્શાવ્યું છે. આઇએસએચ માર્કિટ ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ પરર્ચેઝિંક મેનેજર્સ ઇન્ડેક્સ (પીએમઆઇ) ઓક્ટોબર માસમાં 58.9 ટકા હતો જે ઘટીને નવેમ્બર માસમાં 56.3 પર ત્રણ માસની નીચી સપાટી પર પહોંચ્યો છે.

નબળા માહોલ છતાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ લાંબાગાળા માટે પોઝિટીવ ટ્રેન્ડ દર્શાવી રહ્યો છે. મેન્યુફેક્ચરિંગ પીએમઆઇ પેનલ્સમાં 50થી ઉપરનો આંક વિસ્તરણ દર્શાવે છે જ્યારે નીચેનો સ્કોર સંકોચન દર્શાવે છે. જોકે નવેમ્બરમાં મેન્યુફેક્ચરિંગ પીએમઆઇમાં ઘટાડો થયો છે પરંતુ આંક 50ની ઉપર 56.3 છે જે પોઝિટીવ સંકેત દર્શાવે છે.

આઈએચએસ માર્કેટના ઇકોનોમિક્સ એસોસિએટ ડિરેક્ટર પોલિન ડી લિમાએ જણાવ્યું કે ભારતીય ઉત્પાદન ક્ષેત્રે નવેમ્બર દરમિયાન નવા ઓર્ડર અને આઉટપુટની વૃદ્ધિ સાથે પુન રિકવરીના માર્ગ પર રહ્યો છે. જોકે, છેલ્લા મહિનામાં જોવા મળેલા વિસ્તરણ દરમાં નરમાઇ એક મોટો આંચકો નથી કારણ કે ઓક્ટોબરમાં દાયકાની ઉંચાઈથી નીચે છે, COVID-19 કેસોમાં વધારો થવાના કારણે કામગીરી નબળી પડી શકે છે. જોકે છેલ્લા ત્રણ માસમાં નવા ઓર્ડરમાં વધારો થયો છે.

કંપનીઓએ સંકેત આપ્યા છે કે વેચાણની વૃદ્ધિ સ્થિતિસ્થાપક માંગને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે લિમાએ જણાવ્યું હતું કે કંપનીઓએ નોંધ્યું છે કે નવેમ્બર દરમિયાન વૃદ્ધિ ઘટવા પાછળ કરોનો સંક્રમણ વધ્યું હોવાનું મુખ્ય કારણ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here