મેડિકલ-ડેન્ટલના સેકન્ડ રાઉન્ડમાં 6,591 બેઠક ફાળવાઈ અને 1,391 નવા પ્રવેશ

0
71

 મેડિકલમાં 5,342 અને ડેન્ટલમાં 1,249 બેઠકોની ફાળવણી

– 3,946 વિદ્યાર્થીનો પ્રવેશ યથાવત: 1,254નો પ્રવેશ બદલાયો

મેડિકલ-ડેન્ટલની ઓનલાઈન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયામાં આજે બીજા રાઉન્ડનુ સીટ એલોટમેન્ટ જાહેર કરવામા આવ્યુ છે.જેમાં 6591 બેઠક ફાળવાઈ છે.1391 વિદ્યાર્થીનો નવો પ્રવેશ છે અને 1254 વિદ્યાર્થીનો પ્રવેશ બદલાયો છે.

જ્યારે બાકીના વિદ્યાર્થીઓનો અગાઉનો પ્રવેશ જ યથાવત રહ્યો છે. પ્રથમ રાઉન્ડમાં મેડિકલ-ડેન્ટલ સાથે આયુર્વેદ-હોમિયોપેથીની સરકારી બેઠકો માટે પણ ચોઈસ ફીલિંગ પ્રક્રિયા અને એલોટમેન્ટ પ્રક્રિયા કરવામા આવી હતી.

પ્રથમ રાઉન્ડમા  પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓમાંથી  મેડિકલમાં 585 નોન રિપોર્ટિંગ સાથેની ખાલી બેઠકો છે અને ડેન્ટલમા 798 ખાલી બેઠકો છે.આ ઉપરાંત કેન્સલેશન સાથે અને પરત આવેલી 74 બેઠકો સાથે કુલ ખાલી બેઠકોનું આજે સીટ એલોટમેન્ટ કરવામા આવ્યુ છે.બીજા રાઉન્ડમાં 14 હજારથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો .

જેની સામે મેડિકલમાં 5342 અને ડેન્ટલમાં 1249 બેઠકો પર ફાળવણી થઈ છે. કુલ 6591 બેઠકની ફાળવણીમાંથી 3946 વિદ્યાર્થીનો પ્રવેશ યથાવત રહ્યો છે એટલે ક્ે પ્રથમ રાઉન્ડમાં રહેલ પ્રવેશ જ ચાલુ રહ્યો છે અને 1254 વિદ્યાર્થીઓના પ્રવેશ બદલાયા છે જ્યારે 1391 વિદ્યાર્થીને નવા પ્રવેશ ફાળવવામા આવ્યા છે.  

કેટેગરી મુજબ પ્રવેશમાં મેડિકલમાં ઓપનમા 2061, એસસીમાં 314, એસટીમાં 670 , એસઈબીસીમાં 1213 અને ઈડબલ્યુએસમાં 232 વિદ્યાર્થીઓ છે. ડેન્ટલમાં અનુક્રમે 472, 71, 153 ,274 અને 44 વિદ્યાર્થીઓ છે. મેનેજમેન્ટ ક્વોટામાં મેડિકલમાં 755 અને ડેન્ટલમાં 235 પ્રવેશ છે જ્યારે મેડિકલમાં એનઆરઆઈ કેટેગરીમાં 97 પ્રવેશ છે.  બીજા રાઉન્ડની ફાળવણી બાદ 14મી સુધી વિદ્યાર્થીઓએ ઓનલાઈન ટયુશન ફી ભરવાની રહેશે અને 15મી સુધી હેલ્પ સેન્ટરમાં અપોઈન્ટમેન્ટ લઈને ડોક્યુમેન્ટ જમા કરાવી પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે.

આયુર્વેદ-હોમિયોપેથી : ઓલ ઈન્ડિયા ક્વોટાં પ્રવેશ માટે 14મીથી રજિસ્ટ્રેશન 

ચાલુ વર્ષથી આયુર્વેદ અને હોમિયોપેથીમાં ખાનગી કોલેજોની પણ 15 ટકા બેઠકો ઓલ ઈન્ડિયા ક્વોટામાં ભરાશે. કેન્દ્ર સરકારના આયુષ વિભાગના નિયમો મુજબ રાજ્ય સરકારની પ્રવેશ સમિતિ 15 ટકા બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા કરશે અન આ બેઠકોમાં પ્રવેશ માટેનો કાર્યક્રમ આજે સમિતિ જાહેર કરવામા આવ્યો છે.જે મુજબ 14મીથી 18મી સુધી ઓનલાઈન પિન વિતરણ થશે અને ઓનલાઈન રજિસ્ટ્રેશન થશે. 21મીએ મેરિટ લિસ્ટ જાહેર કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here