મેક્સવેલ vs વીરૂ:IPLમાં ખરાબ પ્રદર્શન કરનાર ગ્લેન મેક્સવેલને સહેવાગે 10 કરોડનો ચીયરલીડર કહી મજાક ઉડાવી; મેક્સવેલ કર્યો પલટવાર

0
70

મેદાન પર ધમાકેદાર ઈનિંગ ખેલવા માટે જાણીતા વીરેન્દ્ર સહેવાગ સંન્યાસ લીધા બાદ પોતાની ધારદાર કોમેન્ટ્સ માટે પણ લોકપ્રિય છે. IPL 2020માં ખરાબ પ્રદર્શન કરનાર ગ્લેન મેક્સવેલને વીરૂએ 10 કરોડનો ચીયરલીડર જણાવી મજાક ઉડાવી હતી. ત્યારે હવે ઓસ્ટ્રેલિયાના ધુરંધરે પહેલી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.

કિંગ્સ ઈલેવન પંજાબે ગ્લેન મેક્સવેલને 10 કરોડની ભારેખમ રકમ આપી પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. જેના વળતરરૂપે ટીમ મેનેજમેન્ટ ગ્લેન પાસે જોરદાર દેખાવની અપેક્ષા રાખતું હતું, પરંતુ મેક્સવેલ IPLમાં સદંતર નિષ્ફળ ગયો હતો. તેને 13 મેચમાં માત્ર 103 રન જ બનાવ્યા હતા. એટલું જ નહીં મેક્સવેલે આખી સીઝન દરમિયાન એક સીક્સ ફટકારવામાં પણ નિષ્ફળ નિવડ્યો હતો. મેક્સવેલ તે દરેક જગ્યાએ ફેલ રહ્યો જ્યાં ટીમને તેની જરૂર હતી. આ વિવાદ ત્યારે સામે આવ્યો છે જ્યારે 27 નવેમ્બરથી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ, ત્રણ વનડે અને ત્રણ ટી-20ની સીરઝ શરૂ થઈ રહી છે.

વીરૂએ મેક્સવેલને 10 કરોડનો ચીયરલીડર કહ્યો હતો
વીરેન્દ્ર સહેવાગે પોતાની યૂ ટ્યૂબ ચેનલ ‘વીરૂની બેઠક’માં સહેવાગે કહ્યું હતું કે ગ્લેન મેક્સવેલ 10 કરોડ રૂપિયાનો ચીયરલીડર પંજાબને ઘણો જ મોંઘો પડ્યો. તેમનું કેટલાંક વર્ષોથી IPLમાં રૂટીન રહ્યું છે કામચોરી કરવાનું. આ સીઝનમાં તો મેક્સવેલે કામચોરીનો રેકોર્ડ જ તોડી દીધો. મોટી કમાણીની સાથે રજા માણવી તો આને જ કહેવાય. વીરૂએ મેક્સવેલ ઉપરાંત ડેલ સ્ટેન પર પણ નિશાન સાધ્યું હતું.

મેક્સવેલનો જવાબ
મેક્સવેલ વીરૂની કોમેન્ટનો જવાબ આપતાં કહ્યું કે, તેમની આ પ્રકારની પ્રતિક્રિયાથી તે જરાય વ્યથીત નથી. આવું કંઈ પહેલી વખત નથી થયું. સહેવાગ કિંગ્સ ઈલેવન પંજાબના ક્રિકેટર અને મેન્ટર પણ રહી ચુક્યા છે. વધુમાં મેક્સવેલ કહે છે કે, વીરૂ મને પસંદ નથી કરતા અને મારા વિરૂદ્ધ તેઓ ઘણું જ બોલે છે. તેઓને જે સારું લાગે તે બોલી શકે છે. આવા નિવેદનોને કારણે જ તેઓ સમાચારમાં ચમકતા રહે છે, તો તે યોગ્ય છે. હું આવી વસ્તુને ધ્યાનમાં રાખ્યા વિના આગળ વધવામાં માનુ છું.

IPLની સીઝનમાં મેક્સવેલ એક છગ્ગો પણ મારી શક્યો ન હતો
ગ્લેન મેક્સવેલ પોતાની ધમાકેદાર બેટિંગ માટે ઓળખાય છે, પરંતુ હાલમાં જ UAEમાં પૂર્ણ થયેલી IPLની સીઝનમાં તે એક છગ્ગો પણ લગાવી શક્યો ન હતો. કોલકાતા નાઈટરાઇડર્સ વિરૂદ્ધ પોતાના 32 રનના સર્વોચ્ચ સ્કોરમાં જો તે છેલ્લા બોલે છગ્ગો લગાવી દેત તો તેમની ટીમ મેચ જીતી ગઈ હોત. આગામી સીઝનમાં પંજાબ મેક્સવેલને પડતો મૂકે તેવી શક્યતા વધુ પ્રબળ છે.

27 નવેમ્બરથી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણી

મેચતારીખસ્થળ
1st ODI (ડે નાઈટ)27 નવેમ્બરસિડની
2nd ODI (ડે નાઈટ)29 નવેમ્બરસિડની
3rd ODI (ડે નાઈટ)2 ડિસેમ્બરકેનબરા
1st T20 ( નાઈટ)4 ડિસેમ્બરકેનબરા
2nd T20 (નાઈટ)6 ડિસેમ્બરસિડની
3rd T20 (નાઈટ)8 ડિસેમ્બરસિડની
1st Test (ડે નાઈટ)17-21 ડિસેમ્બરએડિલેડ
2nd Test26-30 ડિસેમ્બરમેલબોર્ન
3rd Test07-11 જાન્યુઆરીસિડની
4th Test15-19 જાન્યુઆરીબ્રિસ્બેન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here