મૃત્યુ બાદ પણ 7 જીવમાં જીવંત રહેશે સુરતની એક મહિલા, કર્યું અંગોનું દાન

0
46

સુરતમાં એક મહિલાનું બ્રેઇનડેડથી મોટ થયું. પરિવાર માટે આઘાત સમાન આ ઘટનામાં પણ પરિવારે માનવતા ખીલી ઉઠે તેવો નિર્ણય લીધો અને મહિલાના અંગોનું દાન કર્યું અને એક સાથે 3 જિંદગીઓને જાવજીવન મળ્યું.

બ્રેઇનડેડ મહિલાના અંગોનું કરાયું દાન

સુરતના અમરોલી કોસાડ આવાસમાં રહેતી મહિલા બ્રેઇનડેડ થતા શરીરના અંગોનું દાન કરવામાં આવ્યું હતુ. મહિલાના હૃદય, ફેફસા, કિડની અને  લીવરનું દાન કરવામાં આવ્યું હતુ. પટેલ પરિવાર ની મહિલાને ચક્કર આવ્યા બાદ બેભાન થઈ ગઇ હતી. જો કે સારવાર દરમિયાન  હોસ્પિટલના તબીબો દ્વારા મહિલાને બ્રેઇનડેડ જાહેર કરાઈ હતી.

દિલ્હીની મહિલાને જીવનદાન

સુરતથી ચેન્નાઇ સુધીનું 1 હજાર 610 કિલોમીટરનું અંતર 180 મિનીટમાં કાપી મૃતક મહિલાના હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ દિલ્હીની 15 વર્ષીય વિદ્યાર્થીનીમાં કરવામાં આવ્યું છે. આ સાથે ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ ચેન્નાઈની એક હોસ્પિટલમાં મુંબઈની 61 વર્ષીય મહિલામાં કરાયું છે. જ્યારે એક કિડની સુરતના 18 વર્ષીય યુવકમાં અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ આણંદની અઢાર વર્ષીય યુવતીમાં કરવામાં આવ્યું છે. લિવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના 54 વર્ષીય વ્યક્તિમાં કરાયું છે.

અંગદાનથી 7 લોકોને મળ્યું જીવનદાન

પટેલ પરિવારના સભ્યોએ પરિવારની બ્રેઇનડેડ મહિલાના અંગોનું દાન કરી સાત લોકોને નવજીવન આપ્યું છે તમામ અંગો પહોંચાડવા માટે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here