મૂડ એન્ડ માઇન્ડ:સમસ્યા નહિ પણ કારણને દૂર કરો!

  0
  47
  • પંક્તિ ખૂબ ઝડપથી આ ઘટનાને ‘મૂવ ઓન’ ના કરી શકી અને તેની અંદરનો ધૂંધવાટ ચાલુ રહ્યો જેની અસર તેની તબિયત પર પડી…

  – ડો. સ્પંદન ઠાકર

  છેલ્લાં 2 વર્ષમાં પંક્તિને પાંચમી વાર આ તકલીફ થઇ. માથાનો અસહ્ય દુખાવો, શરીરમાં અશક્તિ, વાતે વાતે અકળાઇ જવું, ગુમસૂમ થઇ જવું અને આખી રાત ઊંઘ ના આવવી. આગળ ચાર વાર આ તકલીફનો સામનો કરી ચૂકેલી પંક્તિ પોતાની જોડે ઊંઘની દવાનો ડોઝ રાખતી હતી જ. આજે ફરી દવા લઇ લીધી પણ દર વખતની જેમ ધારી અસર મળી નહીં. દવા લીધી હોવા છતાં આખી રાત પથારીમાં પડખાં ઘસ્યા કર્યાં. ખૂબ જ બેચેની અને વિચારોના લીધે સવારે તો રોગ અસાધ્ય બની ગયો . જો તાત્કાલિક દવાખાને ના લઇ ગયા હોત તો એ આપઘાત સુધીના વિચારો કરી ચૂકેલી. ડોક્ટરે વધુ તપાસ કરતા કેસમાં સાઇક્યિાટ્રિસ્ટનો રોલ વધારે લાગ્યો. સાઇક્યિાટ્રિસ્ટે ડિટેલ્સમાં હિસ્ટ્રી લેતા ઘણા બધાં લૂપહોલ્સ મળ્યાં જેને પંક્તિ અને ફેમિલીવાળાએ નજર અંદાજ કર્યા હતા. પંક્તિની ઉંમર 21 વર્ષની હતી. આજથી 2 વર્ષ પહેલાં કોલેજમાં એક મિત્ર જોડે રિલેશન્સ સારા થઇ જતાં મિત્રતા પ્રેમમાં ફેરવાઇ ગઈ હતી પરંતુ આ સંબંધ વધુ ના ચાલ્યો અને બ્રેકઅપ થઇ ગયું.

  પંક્તિ ખૂબ ઝડપથી આ ઘટનાને ‘મૂવ ઓન’ ના કરી શકી. સંબંધ ઘણા ઓછા સમય માટે હતો તેથી મિત્રો સાથે પણ શેર પણ કરી ના શકી અને અંદરનો ધૂંધવાટ ચાલુ રહ્યો. ત્યારબાદ આ ડિપ્રેશનની અસરમાં ઊંઘ ઓછી થવી, નેગેટિવ વિચારો આવવા અને માથાનો દુખાવો રહેવો જેવા લક્ષણો વધવા લાગ્યા પરંતુ પંક્તિએ ફેમિલી ડોક્ટરની મદદથી ઊંઘની દવા લઇ લીધી અને લાગ્યું કે પ્રોબ્લેમ સોલ્વ થઇ ગયો. આ પ્રોબ્લેમની પાછળ છુપાયેલા કારણોને દૂર ન કર્યા. ધીમે ધીમે આ રોગ વચ્ચે વચ્ચે ઉથલો મારીને પંક્તિને હેરાન કરતો રહ્યો. છેવટે ઊંઘની દવાની અસર પણ પૂરતી પડી નહીં. આ કેસમાં જરૂર હતી કારણને જાણીને દૂર કરવાની, નહીં કે માત્ર દેખાતા લક્ષણોને ઓછા કરવાની. જ્યારે સાઇક્યિાટ્રિસ્ટની સલાહથી કાઉન્સેલિંગ અને એન્ટિ ડિપ્રેશન્ટનો કોર્સ ચાલુ કરવામાં આવ્યો ત્યારે 15-20 દિવસમાં ઊંઘની દવા વગર ઊંઘ આવવાનું ચાલુ થવા લાગ્યું. વિચારોની સંખ્યા ઓછી થતા માઇન્ટ પણ રિલેક્સ થા લાગ્યું. મનમાં ઘૂંટાતા દરેક સવાલોનું સોલ્યુશન જાતે જ મળવા લાગતાં પંક્તિના વિચારો અને મનમાં ખૂબ આનંદ થવા લાગ્યો.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here