મુંબઈમાં મેડીકલ ટુરિઝમ મહીનાઓ પછી ધીમે ધીમે વેગ પકડી રહ્યું છે

0
102

– મોટી પ્રાઈવેટ હોસ્પિટલોમાં વિદેશથી પેશન્ટસ આવતા થયા

– મેડીકલ વિસા મેળવવા ઘણું બધુ પેપરવર્ક કરવું પડે છે

કોવિદ-૧૯ ના રોગચાળા અને લોકડાઉનને પગલે બીજા બધા ક્ષેત્રોની જેમ મુંબઈમાં મેડીકલ ટુરિઝમ પણ ઠપ થઈ ગયુ હતું. લગભગ પાંચ મહીના સુધી વિદેશી દર્દીઓનું સારવાર માટે મુંબઈ આવવાનું બંધ થઈ ગયું હતું. પરંતુ હવે સરકારે મિત્ર દેશો સાથેના કરારો (એર બબ્બલ્સ) અન્વયે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટસને મંજુરી આપતા શહેરની ખાનગી હોસ્પિટલોએ ફરીથી વિદેશતી આવેલા ઇમરજંસી કેસો દાખલ કરવાનું ધીમે ધીમે શરૃ કર્યું છે.

‘મુંબઈમાં બહુ મોટી સંખ્યામાં કોવિદ-૧૯ના કેસ નોંધાઈ રહ્યા હોવાથી અમારા ઘણાં વિદેશી પેશન્ટસે સર્જરી કરાવવાનું મોકુફ રાખ્યું હતું,’ એમ કોકિલાબેન ધીરૃભાઈ અંબાણી હોસ્પિટલના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર ડો. સંતોષ શેટ્ટીએ જણાવ્યું હતું. જોકે, ગયા મહીનાથી હોસ્પિટલમાં વિદેશતી દર્દીઓ આવવા માંડયા છે.

તાજેતરમાં, ઓમાનથી બે દર્દીઓ સ્ટ્રોક (પક્ષઘાત) પછીની રિહેબિલિટેશન થેરપી માટે પ્રાઈવેટ એર-એમબ્યુલંસમાં મુંબઈ આવી અંબાણી હોસ્પિટલમાં એડમિટ થયા હતા. એવી જ રીતે હૃદયરોગના બે  દર્દીઓ નૈરોબીથી અને બાંગ્લાદેશથી એક કેન્સર પેશન્ટ મેડીકલ ઇમરજંસી વિસા હેઠલ આવ્યો હતો. ‘આ બધી એકદમ જરૃરી ઇમરજંસી ટ્રીટમેન્ટ હતી,  જેમાં દર્દીઓ જોખમ લેવા તૈયાર હતા કારણ કે એમના દેશમાં આ સારવાર નથી મળતી. છતાં મહામારી પહેલા અમારી હોસ્પિટલમાં વિદેશી દર્દીઓનો જે પ્રવાહ આવતો હતો એની સરખામણીમાં આજે આવતા પેશન્ટસની સંખ્યા નગણ્ય જ ગણાય,’ એમ ડો. શેટ્ટીએ વધુમાં જણાવ્યું હતું.

નાણાવટી હોસ્પિટલમાં એક વિદેશી ખલાસી કિડનીની ગંભીર બિમારીની સારવાર માટે તાજેતરમાં દાખલ થયો હતો. ‘વિદેશમાંથી ઘણા ં બધા પેશન્ટસ આવવા માગે છે પણ મેડીકલ ઇમરજંસીના કેસમાં જ દર્દીને વિસા અપાય છે,’ એમ નાણાવટીના એક પ્રવક્તાએ કહ્યું હતું. આવા જ ઇમરજંસી મેડીકલ વિસા હેઠળ ૪૩ વર્ષની કેનેડિયન મહીલા મુંબઈમાં સર્જરી કરાવવા આવી હતી. ૨૦ દિવસ પહેલા એ મુંબઈ આવી ત્યારે એના ડાબા હાથમાં જરાય સંવેદન નહોતું અને કરોડરજ્જુ (સ્પાઈન) સાવ નિષ્ક્રિય બની ગઈ હતી. આજે સાન્ના કાર્ટેલસ નામની આ ફિજીયોથેરપિસ્ટ સાજી થઈને પોતાના વતન વાનકુવર પાછી ફરવા તાજ લેન્ડસ એન્ડ હોટલમાં પોતાનો સામાન પેક કરી રહી છે.

સારવાર માટે ભારત આવનાર દર્દીઓ ઘણું બધું પેપરવર્ક કરવું પડે છે. સાન્ના કાટેલસની વાત કરીએ તો એણે વિસા મેળવવા વાનકુંવર ખાતેની ભારતીય કોન્સ્યુલેટમાં ૧૫૦ પાનાના ડોક્યુમેંટસ સબમિટ કર્યા હતા. એ ૧૮ સપ્ટેંબરે મુંબઈ પહોંચી હતી. અને ૨૧ સપ્ટેંબર લીલાવતી હોસ્પિટલમાં એની સર્જરી હતી. એટલે એને ૭ દિવસનો ક્વોરન્ટાઈન પિરીયડ ઘટાડીને ૨ દિવસ કરવાની સ્પેશિયલ પરમિશન મેળવવા અરજી કરવી પડી હતી. એની સર્જરી કરનાર ન્યુરોસર્જન ઓપરેશનની ડેટ લંબાવવાનું જોખમ લેવા નહોતા માગતા.

કાટેલસને નવેંબર, ૨૦૧૭માં કાર અકસ્માત નડયો હતો. ખોપડી જ્યાં કરોડરજ્જુને મળે છે એ ભાગમાં એને ગંભીર ઈજા થઈ હતી. ધીમે ધીમે એણે ડાબા હાથમાં સંવેદન ગુમાવી દીધું હતું અને ફિજીયોથરપિસ્ટ તરીકેની પોતાની કરીયરને પણ તિલાંજલી આપી દેવી પડી. મુંબઈ આવ્યા પહેલા એ અમેરિકા અને કેનેડાના ૨૦થી વધુ સ્પેશ્યાલિસ્ટોને મળી હતી. ઘણી રખડપટ્ટી પચી એક ડોક્ટરે એને મુંબઈના ન્યુરોસર્જનનું નામ સુચવ્યું, કોરોનાનું હોટસ્પોટ બની ગયેલા મુંબઈમાં આવવામાં ઘણું જોખમ હતું, પણ એ કાટેટલસે જોખમ લીધું. આજે એ પહેલા જેટલી જ ફિટ થઈ ગઈ છે.

[WP-STORY]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here