બિગ બોસ 7ની વિનર રહી ચૂકેલી ગૌહર ખાને હાલમાં જ બોયફ્રેન્ડ ઝૈદ દરબાર સાથે સગાઇના સમાચાર આપીને ચાહકોને ચોંકાવ્યા હતા. એ પછી હાલ બંને મુંબઈ વેકેશન પર છે. ડાન્સ કોરિયોગ્રાફર ઝૈદ દરબાર મ્યુઝિક કમ્પોઝર ઈસ્માઈલ દરબારનો મોટો દીકરો છે, જેની સાથે ગૌહર ડિસેમ્બરમાં મેરેજ કરશે. વેડિંગની તૈયારીઓ શરુ થઇ ગઈ છે અને વેડિંગ વેન્યૂ પણ નક્કી થઇ ગયું છે, બંને મુંબઈની ITC મરાઠા લક્ઝરી હોટેલમાં નિકાહ કરશે.