મુંબઇ ઇન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સને 57 રનથી કર્યું પરાજીત

    0
    1

    સૂર્યકુમાર યાદવ મેન ઓફ ધ મેચ, જસપ્રીત બુમરાહે સર્વશ્રેષ્ઠ બોલર

    IPL 13 ની 20 મી મેચ અબુધાબીનાં શેખ ઝાયેદ સ્ટેડિયમમાં મુંબઇ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સની વચ્ચે યોજાઇ, જેમાં મુંબઇ ઇન્ડિયન્સે તેની હરિફ ટીમ રાજસ્થાન રોયલ્સને 57 રનથી હરાવી એકતરફી જીત મેળવી છે. મુંબઈ ઈન્ડિયન્સને આ જીત જસપ્રિત બુમરાહ 4, ટ્રેન્ટ બોલ્ટ અને જેમ્સ પૈટિન્સનની 2 વિકેટનાં યોગદાનથી મળી.

    રાજસ્થાન રોયલ્સની શરૂઆત ખરાબ રહી હતી. યશસ્વી જયસ્વાલ ઝીરો રને આઉટ થયો હતો. ત્યાર પછી બેટિંગમાં આવેલા કેપ્ટન સ્ટીવ સ્મિથ પણ લાંબો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યો હતો. તેમણે 7 બોલમાં 6 રન કર્યા હતા. જ્યારે સંજુ સેમસન 0 રને આઉટ થયો હતો. રાજસ્થાની પુરી ટીમ 18.1 ઓવરમાં136 રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી. મુંબઈ ઇન્ડિયન્સ તરફથી બુમરાહે 4 વિકેટ લીધી હતી.

    આ પહેલા મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ રાજસ્થાન રોયલ્સ સામે ટોસ જીતીને બેટિંગ લીધી હતી. મુંબઈએ પોતાની ટીમમાં કોઈ બદલાવ નહોતો કર્યો, જ્યારે રાજસ્થાને પોતાની પ્લેઈંગ 11માં ત્રણ ફેરફાર કર્યા હતા. તેમણે પોતાની ટીમમાં યશસ્વી જેસ્વાલ, અંકિત રાજપૂત અને કાર્તિક ત્યાગીને સ્થાન આપ્યું છે. રોબિન ઉથપ્પા, રિયાન પરાગ અને જયદેવ ઉનડકટને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો હતો. 

    મુંબઈ ઇન્ડિયન્સે 20 ઓવરમાં 4 વિકેટે 193 રન કર્યા હતા. સૂર્યકુમારે સૌથી વધુ 47 બોલમાં ફોર અને સિક્સની મદદથી 79* રન કર્યા. સૂર્યકુમાર અને હાર્દિકે પાંચમી વિકેટ માટે 75* રનની ભાગીદારી કરી. બંનેની આક્રમક બેટિંગ થકી મુંબઈએ અંતિમ 4 ઓવરમાં 60 રન કર્યા. 

    રાજસ્થાન રોયલ્સ માટે શ્રેયસ ગોપાલે 2 વિકેટ, જ્યારે જોફરા આર્ચર અને કાર્તિક ત્યાગીએ 1-1 વિકેટ લીધી. કેપ્ટન સ્ટીવ સ્મિથ પણ લાંબો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યો હતો. તેણે 7 બોલમાં 6 રન કર્યા હતા. જ્યારે સંજુ સેમસન 0 રને આઉટ થયો હતો. રાજસ્થાનની આખી ટીમ 18.1 ઓવરમાં136 રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી. આ આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સની આ સતત ત્રીજી હાર છે.

    પોતાની શાનદાર બેટિંગને કારણે સૂર્યકુમાર યાદવે મુંબઈ ઈન્ડિયન્સને મોટો સ્કોર પર પહોંચાડી. યાદવે આ મેચમાં રાજસ્થાન સામે 47 બોલમાં 79 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. આ માટે સૂર્યકુમાર યાદવને મેન ઓફ ધ મેચ પણ પસંદ કરાયો હતો. આ ઇનિંગ્સ યાદવની આઈપીએલ કારકિર્દીની શ્રેષ્ઠ ઇનિંગ્સ રહી.

    મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે તેની ઘાતક બોલિંગના કારણે રાજસ્થાન રોયલ્સની ટીમને મેચમાંથી આઉટ કરી દીધી હતી. બુમરાહે તેની આઇપીએલ કારકિર્દીનું શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન કરતા 4 ઓવરમાં 4-20 વિકેટ ઝડપી હતી.

    મુંબઈ ઇન્ડિયન્સની ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), કવિન્ટન ડી કોક (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, કાયરન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, જેમ્સ પેટિન્સન, રાહુલ ચહર, ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રીત બુમરાહ

    રાજસ્થાન રોયલ્સની ટીમ: સ્ટીવ સ્મિથ (કેપ્ટન), યશસ્વી જેસ્વાલ, સંજુ સેમસન, જોસ બટલર (વિકેટકીપર), મહિપાલ લોમરોર, રાહુલ તેવટિયા, શ્રેયસ ગોપાલ, ટોમ કરન,અંકિત રાજપૂત, જોફરા આર્ચર અને કાર્તિક ત્યાગી.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here