મુંબઇ ઇન્ડિયન્સે દુબઇમાં દિવાળી મનાવી, સતત બીજી વખત ચેમ્પિયન

    0
    1

    મેન ઓફ ધ મેચ બનેલા ટ્રેન્ટ બાઉલ્ટની ત્રણ વિકેટ બાદ કેપ્ટન ઇનિંગ રમીને રોહિત શર્માએ અડધી સદી નોંધાવતા મુંબઇ ઇન્ડિયન્સે અહીં રમાયેલી આઇપીએલની ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સને પાંચ વિકેટે હરાવીને સતત બીજા વર્ષે ટાઇટલ જીતી લીધું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર દિલ્હીની ટીમે છ વિકેટે ૧૫૬ રન બનાવ્યા હતા. મુંબઇની ટીમે ૧૮.૪ ઓવરમાં પાંચ વિકેટે ૧૫૭ રન બનાવીને વિજય હાંસલ કરી લીધો હતો. આ સાથે મુંબઇની ટીમે વિક્રમી પાંચમી વખત આઇપીએલ ટ્રોફી જીતી લીધી હતી. રોહિત શર્માએ ૫૧ બોલમાં ૬૮ તથા ઇશાન કિશને ૧૯ બોલમાં ૩૩ રન બનાવ્યા હતા. નોર્તઝેએ ૨૫ રનમાં બે વિકેટ હાંસલ કરી હતી. અગાઉ દિલ્હીની ઇનિંગ્સમાં સુકાની ઐય્યરે ૫૦ બોલમાં અણનમ ૬૫ તથા રિષભ પંતે ૩૮ બોલમાં ૫૬ રનનું યોગદાન આપ્યું હતું. બંનેએ ૯૬ રનની ભાગીદારી નોંધાવી હતી. ફાઇનલ મેચમાં બંને ટીમના સુકાનીએ અડધી સદી ફટકારી હોય તેવોે આ બીજો બનાવ બન્યો છે. આ પહેલાં ૨૦૧૬ની ફાઇનલમાં હૈદરાબાદના સુકાની ડેવિડ વોર્નરે ૬૯ તથા બેંગ્લોરના સુકાની કોહલીએ ૫૪ રન બનાવ્યા હતા. રોહિત શર્માએ સુકાની તરીકે ૩,૦૦૦ રન પણ પૂરા કર્યા હતા. આ પહેલાં કોહલી, ધોની તથા ગૌતમ ગંભીર આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

    ફાઇનલમાં અડધી સદી નોંધાવનાર ઐય્યર છઠ્ઠો સુકાની બન્યો

    મુંબઇ સામેની ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સના સુકાની શ્રેયસ ઐય્યરે અણનમ અડધી સદી ફટકારી હતી અને ફાઇનલમાં અડધી સદી નોંધાવનાર તે છઠ્ઠો સુકાની બની ગયો છે. જોકે દિલ્હી તરફથી ફાઇનલમાં અડધી સદી નોંધાવનાર તે પ્રથમ સુકાની છે. શ્રેયસ ઐય્યર પહેલાં ધોનીએ ૨૦૧૩ની, રોહિત શર્માએ ૨૦૧૫ની, ડેવિડ વોર્નરે ૨૦૧૬ની, વિરાટ કોહલીએ ૨૦૧૬ની તથા સ્ટિવ સ્મિથે ૨૦૧૭ની ફાઇનલમાં અડધી સદી ફટકારી હતી. ઐય્યરે ૧૭ મેચમાં ત્રણ અડધી સદીની મદદથી ૫૧૨ રન બનાવ્યા છે. ૧૩મી સિઝનમાં તેનો બેસ્ટ સ્કોર અણનમ ૮૮ રનનો રહ્યો હતો. તેનો સ્ટ્રાઇક રેટ ૧૧૨.૪૮નો રહ્યો છે.

    પાવરપ્લેમાં બાઉલ્ટની હાઇએસ્ટ વિકેટ

    એક જ સિઝનમાં પાવરપ્લેમાં હાઇએસ્ટ વિકેટ ઝડપવાના મામલે મુંબઇના પેસ બોલર ટ્રેન્ટ બાઉલ્ટે મિચેલ જ્હોન્સનના રેકોર્ડની બરોબરી કરી હતી. બંનેએ પાવર-પ્લેમાં ૧૬-૧૬ વિકેટ હાંસલ કરી છે. બાઉલ્ટે ૩૬ ઓવરની બોલિંગ કરીને ૬.૭૨ના ઇકોનોમી રેટ સાથે ૧૬ બેટ્સમેનોને આઉટ કર્યા હતા. જ્હોન્સને ૨૦૧૩માં આ સિદ્ધિ મેળવી હતી. બાઉલ્ટે દિલ્હી કેપિટલ્સ સામે અત્યાર સુધી પાવર પ્લેમાં છ વિકેટ ઝડપી છે અને દિલ્હી સામેની છેલ્લી ચાર મેચમાં તો તેણે પ્રથમ ઓવરમાં જ વિકેટ ઝડપી હતી. ૧૩મી સિઝનમાં બાઉલ્ટે ઓવરઓલ પ્રથમ ઓવરમાં આઠ વિકેટ હાંસલ કરી હતી.

    રોહિત શર્માની ૨૦૦ મેચ પૂરી

    દિલ્હી સામે આઇપીએલની ફાઇનલમાં ટોસ માટે મેદાનમાં ઊતરતાની સાથે મુંબઇ ઇન્ડિયન્સના સુકાની રોહિત શર્માએ વિશેષ સિદ્ધિ હાંસલ કરી લીધી હતી. હિટમેન તરીકે જાણીતો રોહિત આઇપીએલમાં ૨૦૦ મેચ પૂરી કરનાર બીજો ખેલાડી બની ગયો છે. આ પહેલાં ચેન્નઇ સુપર કિંગ્સના સુકાની ધોનીએ વર્તમાન સિઝનમાં જ ૨૦૦ મેચ પૂરી કરી હતી. રોહિતની ૧૯૯ મેચના રેકોર્ડ ઉપર નજર કરીએ તો તેણે ૧૦૪ ઇનિંગ્સમાં ૨૮ વખત અણનમ રહીને ૫૧૬૨ રન બનાવ્યા છે અને તેમાં એક સદી તથા ૩૮ અડધી સદીનો સમાવેશ થાય છે. બોલર તરીકે રોહિતે ૩૦ ઇનિંગ્સમાં ૧૫ વિકેટ હાંસલ કરી હતી જેમાં એક હેટ્રિકનો પણ સમાવેશ થાય છે.

    VVIP રોયલ બોક્સ

    IPLની ફાઇનલ નિહાળવા માટે રોયલ બોક્સમાં બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલી, સેક્રેટરી જય શાહ, મુંબઇની માલિક નીતા અંબાણી, છૈંહ્લહ્લના પ્રમુખ પ્રફુલ્લ પટેલ, યુએઇના કલ્ચર, યુથ તથા ડેવલપમેન્ટના મિનિસ્ટર શેખ નહયાન બિન મુબારક અલ નહયાન, અઝહરુદ્દીન સહિત વિવિધ અગ્રણીઓએ હાજરી આપી હતી.

    રાહુલે ઓરેન્જ કેપ હાંસલ કરી

    ફાઇનલ મુકાબલામાં દિલ્હી કેપિટલ્સનો ઓપનર શિખર ધવન ૧૩ બોલમાં ૧૫ રન બનાવીને આઉટ થયો હતો અને આ સાથે તેનું ઓરેન્જ કેપ જીતવાનું સ્વપ્ન પણ ચકનાચૂર બની ગયું હતું. ઓરેન્જ કેપ કિંગ્સ ઇલેવન પંજાબના સુકાની લોકેશ રાહુલ પાસે છે. રાહુલે ૧૩મી સિઝનની ૧૪ મેચમાં ૫૫.૮૩ની સરેરાશ તથા ૧૨૯.૩૪ના સ્ટ્રાઇક રેટથી ૬૭૦ રન બનાવીને ઓરેન્જ કેપ જીતી લીધી હતી. તેણે એક સદી તથા પાંચ અડધી સદી પણ ફટકારી હતી. ધવન બીજા ક્રમે રહ્યો છે અને તેણે ૧૭ મેચમાં ૬૧૮ રન બનાવ્યા હતા.

    કાગિસો રબાડાને પર્પલ કેપ

    પૂરી ટૂર્નામેન્ટ દરમિયાન શાનદાર બોલિંગ કરી હોવા છતાં મુંબઇનો પેસ બોલર જસપ્રીત બુમરાહ પર્પલ કેપની રેસ હારી ગયો હતો. ફાઇનલમાં બુમરાહને એક પણ વિકેટ મળી નહોતી. બુમરાહે ૧૩મી સિઝનની ૧૫ મેચમાં ૨૭ વિકેટ પોતાના નામે કરી હતી. રબાડાએ ફાઇનલ પહેલાં જ ૨૯ વિકેટ ઝડપી હોવાના કારણે તેણે પર્પલ કેપ જીતી હતી. બુમરાહનો ઇકોનોમી રેટ ૬.૭૩નો રહ્યો છે. તેણે વર્તમાન સિઝનમાં બે વખત ૪ વિકેટ ઝડપી હતી, તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન દિલ્હી સામે જ ૧૪ રનમાં ચાર વિકેટનું રહ્યું હતું.

    હાઇએસ્ટ રન

    પ્લેયર          મેચ    રન     એવરેજ બોલ   સ્ટ્રાઇક રેટ      ૧૦૦   ૫૦     ૪      ૬

    લોકેશ રાહુલ   ૧૪     ૬૭૦   ૫૫.૮૩ ૫૧૮   ૧૨૯.૨૪       ૧      ૫      ૫૮     ૨૩

    શિખર ધવન    ૧૭     ૬૧૮   ૫૫.૩૮ ૪૨૭   ૧૪૪.૭૩       ૨      ૪      ૬૭     ૧૨

    ડેવિડ વોર્નર    ૧૬     ૫૪૮   ૩૯.૧૪ ૪૦૭   ૧૩૪.૬૪       ૦      ૪      ૫૨     ૧૪

    શ્રેયસ ઐય્યર   ૧૭     ૫૧૯   ૩૪.૬૦ ૪૨૧   ૧૨૩.૨૭       ૦      ૩      ૪૦     ૧૬

    ઇશાન કિશન   ૧૪     ૫૧૬   ૫૭.૩૩ ૩૫૪   ૧૪૫.૭૬       ૦      ૪      ૩૬     ૩૦

    હાઇએસ્ટ ટોટલ

    ટીમ            સ્કોર           રનરેટ          વિરુદ્ધ

    દિલ્હી          ૪-૨૨૮         ૧૧.૪૦         કોલકાતા

    રાજસ્થાન       ૬-૨૨  ૬      ૧૧.૫૮         પંજાબ

    પંજાબ          ૨-૨૨૩         ૧૧.૧૫         રાજસ્થાન

    હૈદરાબાદ      ૨-૨૧૯         ૧૦.૯૫         દિલ્હી

    રાજસ્થાન       ૭-૨૧૬         ૧૦.૮૦         ચેન્નઇ

    સર્વાધિક સિક્સર

    પ્લેયર          મેચ    રન     ૪      ૬

    ઇશાન કિશન   ૧૪     ૫૧૬   ૩૬     ૩૦

    સંજૂ સેમસન    ૧૪     ૩૭૫   ૨૧     ૨૬

    હાર્દિક પંડયા   ૧૪     ૨૮૧   ૧૪     ૨૫

    નિકોલસ પૂરન  ૧૪     ૩૫૩   ૨૩     ૨૫

    ઇયોન મોર્ગન   ૧૪     ૪૧૮   ૩૨     ૨૪

    વ્યક્તિગત હાઇએસ્ટ સ્કોર

    પ્લેયર          રન     બોલ   ૪      ૬      વિરુદ્ધ

    લોકેશ રાહુલ   ૧૩૨   ૬૯     ૧૪     ૭      બેંગ્લોર

    બેન સ્ટોક્સ     ૧૦૭   ૬૦     ૧૪     ૩      મુંબઇ

    શિખર ધવન    ૧૦૬   ૬૧     ૧૨     ૩      પંજાબ

    મયંક અગ્રવાલ ૧૦૬   ૫૦     ૧૦     ૭      રાજસ્થાન

    શિખર ધવન    ૧૦૧   ૫૮     ૧૪     ૧      ચેન્નઇ

    લોંગેસ્ટ સિક્સર

    પ્લેયર                ટીમ            અંતર

    નિકોલસ પૂરન  પંજાબ          ૧૦૫.૦૦ મીટર

    જોફ્રા આર્ચર    રાજસ્થાન       ૧૦૫.૦૦ મીટર

    નિકોલસ પૂરન  પંજાબ          ૧૦૫.૦૦ મીટર

    સંજૂ સેમસન    રાજસ્થાન       ૧૦૨.૦૦ મીટર

    મહેન્દ્રસિંહ ધોની ચેન્નઇ           ૧૦૨.૦૦ મીટર

    એક જ ઓવરમાં સર્વાધિક રન

    પ્લેયર          ટીમ            ઓવર  રન     વિકેટ   વિરુદ્ધ

    સિદ્ધાર્થ કૌલ    હૈદરાબાદ      ૪      ૬૪     ૨      મુંબઇ

    અંકિત રાજપૂત રાજસ્થાન       ૪      ૬૦     ૦      મુંબઇ

    ડેલ સ્ટેઇન      બેંગ્લોર         ૪      ૫૭     ૦      પંજાબ

    ક્રિસ જોર્ડન     પંજાબ          ૪      ૫૬     ૦      દિલ્હી

    લુંગી નગિડી    ચૈન્નઇ           ૪      ૫૬     ૧      રાજસ્થાન

    પ્લેયર્સ પોઇન્ટ

    પ્લેયર                  ટીમ            પોઇન્ટ મેચ    વિકેટ   ડોટ    ૪      ૬      કેચ

    જોફ્રા આર્ચર            રાજસ્થાન       ૩૦૫   ૧૪     ૨૦     ૧૭૫   ૫      ૧૦     ૫

    કાગિસો રબાડા          દિલ્હી          ૨૯૮   ૧૭     ૩૦     ૧૫૬   ૪      ૨      ૮

    જસપ્રીત બુમરાહ        મુંબઇ           ૨૬૯.૫ ૧૫     ૨૭     ૧૭૫   ૦      ૦      ૦

    રાશિદ ખાન            હૈદરાબાદ      ૨૬૦   ૧૬     ૨૦     ૧૬૮   ૩      ૨      ૩

    ટ્રેન્ટ બાઉલ્ટ            મુંબઈ          ૨૫૪.૫ ૧૫     ૨૫     ૧૫૭   ૦      ૦      ૪

    ફાસ્ટેસ્ટ બોલ

    પ્લેયર                       ટીમ            સ્પીડ

    એનરિચ નોર્તઝે         દિલ્હી          ૧૫૬.૨૨ Kmph

    એનરિચ નોર્તઝે         દિલ્હી          ૧૫૫.૨૧ Kmph

    એનરિચ નોર્તઝે         દિલ્હી          ૧૫૪.૭૪ Kmph

    એનરિચ નોર્તઝે         દિલ્હી          ૧૫૪.૨૧ Kmph

    લોકી ફર્ગ્યુસન          કોલકાતા       ૧૫૩.૮૪ Kmph

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here