મુંબઇમાં શસ્ત્રો વેચવા આવેલા 3 યુવકની ક્રાઇમબ્રાન્ચે ધરપકડ કરી

0
47

મુંબઇમાં શસ્ત્રો વેચવા આવેલા ત્રણ આરોપીને ક્રાઇમબ્રાન્ચ યુનિટ-૭ના અધિકારીઓએ ઝડપી લીધા હતા. આરોપી પાસેથી દેશી બનાવટની બે પિસ્તોલ, ચાર કારતૂસ જપ્ત કરવામાં આવી છે.

પોલીસને માહિતી મળી હતી કે આરોપી ટોલનાકાથી નવઘર તરફ કારમાં ત્રણ શખસ શસ્ત્રો વેચવા આવવાના છે. ત્યારબાદ પોલીસે છટકું ગોઠવીને કારને અટકાવીને ત્રણ જણની પૂછપરછ કરી હતી. કર્જત, પુણે, સોલાપુરના આ ત્રણ યુવકની તપાસ કરતા દેશી બનાવટની બે પિસ્તોલ, ચાર જીવન કારતૂસ મળી હતી.

પોલીસે તેમની ધરપકડ કરી છે તેઓ  આ શસ્ત્રો કયાંથી લાવ્યા હતા અને કોને વેચવાના હતા એની તપાસ થઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here