મુંબઇનું હવામાન ઉપરતળે થઇ ગયું : ગાજવીજ,વરસાદ અને અંધારપટનું ત્રેખડ

  0
  120

  – આવતા 4 દિવસ મહારાષ્ટ્રમાં ભારે વરસાદનો વરતારો

  – બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણનું કેન્દ્ર સર્જાયું – મુંબઇના વાતાવરણમાં પ્રદૂષણની ચાદર

  આજે  શનિવારે  મુંબઇનું હવામાન ઉપરતળે થઇ ગયું હતું. બપોરે  ચાર વાગે આખા મુંબઇમા  ંધૂળની આંધી   જેવા  વાતાવરણ  સાથે  અંધારપટ છવાઇ ગયો  હતો.    સાથોસાથ પૂર્વનાં અને પશ્ચિમનાં પરામાં    ગાજવીજ સાથે  વરસાદી માહોલ પણ સર્જાયો હતો.

  હવામાન ખાતાના ડેપ્યુટી  ડાયરેક્ટર જનરલ ડો.કે.એસ.હોસાલીકરે ગુજરાત સમાચારને એવી માહિતી આપી હતી કે આજે     સવારે  બંગાળના ઉપસાગરના પૂર્વ-મધ્ય   હિસ્સામાં   અને આંદામાનના સમુદ્રના ઉત્તર હિસ્સામાં  હવાના હળવા દબાણનું કેન્દ્ર  સર્જાયું હતું. હવાના હળવા દબાણનું આ કેન્દ્ર આવતા ૨૪ કલાક (૧૧,ઓક્ટોબર)દરમિયાન પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધીને     બંગાળના  ઉપસાગરના મધ્ય હિસ્સામાં   ડિપ્રેશનમાં ફેરવાઇ જાય તેવી શક્યતા છે. ઉપરાંત,આ સિસ્ટમ ૧૨,ઓક્ટોબરે  વધુ તીવ્ર બનીને ડીપ ડીપ્રેશનમાં ફેરવાઇ જઇને પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધીને આંધ્ર પ્રદેશના સમુદ્રકિનારા ભણી આગળ વધશે.

  આવાં બદલાયેલાં કુદરતી પરિબળોની અસરથી આવતા ૪૮ કલાક દરમિયાન તીવ્ર પવન સાથે   આંધ્ર પ્રદેશ,કર્ણાટક,મધ્ય મહારાષ્ટ્ર,મરાઠવાડામાં ભારેથી અતિ ભારે વર્ષા થાય તેવી શક્યતા છે. 

  હાલ આવાં તમામ    બદલાયેલાં કુદરતી પરિબળોની અસર છેક મહારાષ્ટ્ર અને મુંબઇ પર થઇ રહી  હોવાથી  ધૂંધળું  વાતાવરણ સર્જાયું છે.

  બીજીબાજુ  સિસ્ટમ ઓફ એર ક્વોલિટી વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ(સફર)ના ડાયરેક્ટર ગુફ્રાન  બેગે પુણેથી ગુજરાત સમાચારને એવી માહિતી આપી હતી કે હાલ મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં ચોમાસાની   વિદાયનો તબક્કો  શરૃ થયો છે. પરિણામે   વરસાદ અને પવનની  તીવ્રતા પણ ઘટી ગસ છે.સાથોસાથ વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ ઘણું ઘટી ગયું છે.આથી હવામાં  પ્રદૂષણનાં અતિ સુક્ષ્મ રજકણોનું પ્રમાણ વધી ગયું છે. ખાસ કરીને   પીએમ-૨ની માત્રા ઘણી   વધી  ગઇ હોવાથી તે રજકણો  વાતાવરણના નીચેના  પટ્ટામાં   સતત તરતાં રહે છે. 

  આજે મુંબઇમાં આવાં પ્રદૂષિત રજકણોની મોટી ચાદર  છવાઇ ગઇ હોવાથી  બપોરે પણ સાંજ જેવો માહોલ સર્જાયો હતો.  

  સામાન્ય રીતે તો  બપોરે ચાર વાગે ભરપૂર સૂર્ય પ્રકાશ હોય છે.આમ છતાં આજે  બપોરના   ચાર વાગે    મુંબઇનાં પૂર્વનાં પરાં ઘાટકોપર,મુલુંડ,પવઇમાં અને પશ્ચિમનાં પરાં બોરીવલી,કાંદિવલી,મલાડ અને  અંધેરીથી  લઇને છેક તળ મુંબઇના વિસ્તારોમાં અંધકાર છવાઇ ગયો હતો.

  સાથોસાથ સમગ્ર વાતાવરણમાં જાણે કે ધૂળની આંધી સર્જાઇ હોય તેવો માહોલ સર્જાયો હતો.  

  હવામાન ખાતાનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે આવતા ચારેક દિવસ દરમિયાન   કોંકણ- (થાણે,રાયગઢ,રત્નાગિરિ,સિંધુદુર્ગ  ),મધ્ય મહારાષ્ટ્ર(જળગાંવ, નાશિક, પુણે,અહમદનગર,કોલ્હાપુર, સાતારા,સોલાપુર) અને મરાઠવાડા(જાલના,પરભણી,બીડ,લાતુર,નાંદેડ) તથા વિદર્ભ(વર્ધા,ગઢચિરોળી,નાગપુર, વાશિમ અને યવતમાળ)માં તોફાની પવન સાથે ભારે વર્ષા  થાય તેવી શક્યતા  છે.

   જોકે આ ચાર દિવસ દરમિયાન મુંબઇમાં ગાજવીજ સાથે  હળવાં  વરસાદી  ઝાપટાં પડે તેવી સંભાવન

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here