મિત્ર સિદ્ધાર્થે સુશાંત સિંહ સાથે પસાર કરેલા સમયને યાદ કર્યો, કહ્યું- અધ્યાત્મમાં ખૂબ રસ હતો, સવારે ઉઠીને ભજન ગાતો હતો

0
86

સુશાંત સિંહ રાજપૂતના મિત્ર એક્ટર સિદ્ધાર્થ ગુપ્તાએ સુશાંતને લઈને અમુક મહત્ત્વની વાતો શેર કરી છે. સિદ્ધાર્થ 2018થી 2019 સુધી સુશાંત સાથે રહ્યો હતો.

ધ ક્વિન્ટને આપેલા ઇન્ટરવ્યૂમાં સિદ્ધાર્થે કહ્યું, ‘તે મારા માટે ઘણા મહત્ત્વના હતા, મારા મેન્ટર, મારા ભાઈ. સાચું કહું તો તેમની કોઈ પરિભાષા ન થઇ શકે. તેમની સાથે રહેવું દરેક દિવસ પ્રેરિત થવા જેવું હતું. અમારા બંનેની રુચિ એક જેવી હતી એટલે અમે એક-બીજાના મિત્ર જલ્દી બની ગયા. તેમને સ્પોર્ટ્સ ગમતું હતું અને મને પણ, તે એન્જિનિયર હતા અને હું પણ, તેમને વિજ્ઞાનમાં રસ હતો અને મને પણ. તેમને એકલું રહેવું ગમતું ન હતું.’

‘સુશાંત સવારે જલ્દી ઉઠી જતા હતા અને ભજન ગાતા હતા. તે મારા રૂમનો દરવાજો થોડો ખોલી દેતા હતા જેથી ભજનનો અવાજ સાંભળીને હું જાગી જાઉં. હું જેવો ઉઠતો કે મારા માટે કોફી રેડી રહેતી હતી. સુશાંતને કારણે હું પણ ઘણી કોફી પીવા લાગ્યો હતો કારણકે તેમને કોફી ઘણી પસંદ હતી. તે અધ્યાત્મમાં ઘણો વિશ્વાસ રાખતા હતા. તેમનું માનવું હતું કે તેનાથી કામ કરવાની ક્ષમતામાં વધારો થાય છે.’

સિદ્ધાર્થે આગળ કહ્યું, ‘હું સુશાંતને જિંદગીના અલગ- અલગ ફેઝમાં મળ્યો છું અને દરેક ફેઝમાં તેઓ મને અલગ વ્યક્તિ લાગ્યા. તે કોઈપણ વિષય પર વાત કરી શકતા હતા. તેમને લીધે મેં સપના જોયા અને તેને પૂરા કરતા શીખી શક્યો.’

14 જૂને મૃત્યુ થયું
34 વર્ષીય સુશાંતની ડેડ બોડી 14 જૂન, 2020ના રોજ તેના બાંદ્રા સ્થિત ફ્લેટ પર મળી હતી. પોલીસે આત્મહત્યાની શંકા જતાવી હતી. ઘટનાસ્થળ પર કોઈ સુસાઇડ નોટ મળી ન હતી. પોલીસને સુશાંતના રૂમમાંથી એક ફાઈલ મળી, જેનાથી ખબર પડે છે કે તે 6 મહિનાથી ડિપ્રેશનની સારવાર લઇ રહ્યો હતો.

મોડી રાત્રે મિત્ર અને સવારે બહેનને ફોન કર્યો હતો જાણકારી મુજબ, સુશાંતે શનિવાર રાત્રે 12:45 વાગ્યે તેના એક મિત્ર મહેશ શેટ્ટીને ફોન કર્યો હતો, પણ તેણે રિસીવ કર્યો ન હતો. રવિવારે સવારે સુશાંત સવારે ઉઠ્યો, 9 વાગ્યા આસપાસ તેણે જ્યુસ પીધું. ત્યારબાદ મુંબઈમાં રહેતી તેની બહેનને ફોન કર્યો અને પછી બેડરૂમમાં જતો રહ્યો.

બપોરે 12:30 વાગ્યે તેના કુકે લંચ માટે ઘણીવાર દરવાજો ખખડાવ્યો. મોબાઈલ પર કોલ કર્યો. પણ જ્યારે કોઈ જવાબ ન મળ્યો તો તેની બહેનને ફોન લગાવ્યો. બહેન આવ્યા પછી ચાવીવાળાને બોલાવીને બેડરૂમનો દરવાજો ખોલાવવામાં આવ્યો. અંદર સુશાંત ફાંસી પર લટકેલો હતો. જોકે, હજુ સુધી એ જાહેર નથી થયું કે સુશાંતના મૃત્યુનું કારણ આત્મહત્યા હતું કે બીજું કઈ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here