માસ્ક વગર ક્રિકેટ રમતા MLA હર્ષ સંઘવી વિરુદ્ધ પોલીસને અરજી

0
58

ડિસ્ટનસિંગ જાળવ્યા વગર લોકોને મળ્યા : સોશિયલ મીડિયા પર ફોટોના આધારે ગુનો દાખલ કરવા માંગણી

કોરોના વાયરસને લઇને તંત્ર દ્વારા લોકોને સોશિયલ ડિસ્ટન્સ રાખવા માટે અવાર નવાર કહેવામાં આવે છે અને ત્યારે સુરતના વધુ એક ધારાસભ્ય માસ્ક વગર દેખાતા વિવાદમાં આવ્યા છે.તેમની સામે કાર્યવાહી કરવા પોલીસ અરજી પણ થઈ છે.

મજૂરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીનો તેમના સોશિયલ મીડિયા પરનો માસ્ક વગર ક્રિકેટ રમી રહ્યા હોવાનો ફોટો વિવાદમાં આવ્યો છે . ખરવરનગર ખાતે આવેલી વસાહતમાં માસ્ક પહેર્યા વિના મહોલ્લાના લોકો સાથે ક્રિકેટ રમતા જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ સોશિયલ ડિસ્ટનસિંગ જાળવ્યા વગર લોકોને મળ્યા હતા. જેને લઈને ધારાસભ્ય વિરુદ્ધ સુરતના જ 29 વર્ષીય યુવાન ગૌરાંગ પટેલ દ્વારા પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી છે. જેમાં સુરત પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ બદલ તેમજ સોશિયલ ડિસ્ટનસિંગના ભંગ અને એપેડેમીક એક્ટના ભંગ કરવા બદલ ધારાસભ્ય હર્ષ સંઘવી વિરુદ્ધ ગુનો દાખલ કરવા માટે માંગ કરાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here