મારાડોના બાદ સેનેગલના ‘વર્લ્ડ કપ હીરો’ પાપા બાઉબાનું માત્ર ૪૨ વર્ષની વયે નિધનમારાડોના બાદ સેનેગલના ‘વર્લ્ડ કપ હીરો’ પાપા બાઉબાનું માત્ર ૪૨ વર્ષની વયે નિધન

0
73

આર્જેન્ટિનાના મહાન ફૂટબોલર ડિએગો મારાડોનાનાં નિધનના શોકમાંથી હજુ રમતની દુનિયા બહાર આવી નથી ત્યાં વધુ એક દિગ્ગજ ફૂટબોલરનું નિધન થયું છે. સેેનેગલના સ્ટાર ખેલાડી પાપા બાઉબાનું માત્ર ૪૨ વર્ષની વયે રવિવારે મોડી રાત્રે નિધન થયું હતું. બાઉબાને લાંબા સમયથી બીમારી હતી અને પેરિસમાં તેનું નિધન થયું હતું. કેટલાક દિવસ પહેલાં ૨૫મી નવેમ્બરે હેન્ડ ઓફ ગોડ તરીકે ગણાતા ફૂટબોલના સર્વકાલીન મહાન ખેલાડીઓ મારાડોનાનું નિધન થયું હતું.

પાપા બાઉબાએ ૨૦૦૨ના ફિફા વર્લ્ડ કપમાં પોતાના જાદુઇ ગોલ વડે ચેમ્પિયન ફ્રાન્સને સ્તબ્ધ કરી દીધું હતું. તેના ગોલની મદદથી ફૂટબોલમાં નીચલા રેન્કિંગે રહેલી સેનેગલની ટીમે ફ્રાન્સની શક્તિશાળી ટીમને ૧-૦થી હરાવીને ઇતિહાસ રચ્યો હતો. આ મેચમાં પાપાના પ્રદર્શને તમામને પ્રભાવિત કર્યા હતા અને આ વર્લ્ડ કપનો પહેલો જ મુકાબલો હતો. ફૂટબોલની વિશ્વ સંચાલક સંસ્થાએ જણાવ્યું હતું કે સેેનેગલના મહાન ખેલાડી પાપા બાઉબા ડિસોયનાં નિધનના સમાચાર સાંભળીને ફિફાને ઘણું દુઃખ થયું છે. જાપાન અને સાઉથ કોરિયાની સંયુક્ત યજમાનીમાં રમાયેલા ૨૦૦૨ના વર્લ્ડ કપમાં તેણે પ્રારંભિક મુકાબલામાં જ ગોલ કરીને ફ્રાન્સને ૧-૦થી હરાવ્યું હતું. ૨૦૦૨માં સેનેગલે ફિફા વર્લ્ડ કપમાં પદાર્પણ કર્યું હતું અને ફ્રાન્સ સામેના વિજયના કારણે તે ક્વાર્ટર ફાઇનલ સુધી પણ પહોંચ્યું હતું. ફિફાએ ટ્વિટ કર્યું હતું કે એક વખતનો વર્લ્ડ કપ હીરો હંમેશાં હીરો જ રહે છે.

ડકાર ખાતે ૧૯૭૮ની ૨૮મી જાન્યુઆરીએ જન્મેલા પાપા પોતાની કારકિર્દીમાં ફુલહામ, વેસ્ટ હામ યુનાઇટેડ તથા ર્બિંમગહામ સિટી જેવી મોટી ફૂટબોલ ક્લબો તરફથી પણ રમ્યો હતો. તેણે પોતાની પ્રોફેશનલ કારકિર્દીમાં ૨૬૧ મેચ રમી હતી અને ૨૬ ગોલ નોંધાવ્યા હતા. તેણે ૬૩ ઇન્ટરનેશનલ મેચમાં ૧૧ ગોલ નોંધાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here