માય હોમવર્ક દ્વારા કોઈપણ ધોરણનો વિદ્યાર્થી અસરકારક આયોજન કરી શકશે

0
70

શું તમે તમારો સ્કૂલનો એજન્ડા ભૂલી જાઓ છો? તમે તમારા પ્લાનરમાં જે લખ્યું તે વાંચવામાં મુશ્કેલી થાય છે? શું તમે પેપર સ્ટુડન્ટ પ્લાનર, સ્કૂલ ડાયરી અથવા શૈક્ષણિક એજન્ડાને કેવી રીતે સાચવવા જોઇએ તે શોધી રહ્યા છો? જો જવાબ હા છે તો સુંદરતા, સરળતા અને વિશ્વસનીયતા સાથે આધુનિક ડિઝાઇન અને સરળ ઇન્ટરફેસ આપતી વિદ્યાર્થીઓ માટેની ઉપયોગમાં સરળ એવી એપ એટલે માય હોમવર્ક એપ તમારી માટે જ બની છે. આ એપ કોઇપણ ફોન, ટેબલેટ અને લેપટોપમાં ઉપયોગ કરી શકાય છે.

આ એપ કોઇ પણ યૂઝર્સ મફતમાં ડાઉનલોડ કરી શકશે. માય હોમવર્ક એપ ૨૦૦૯ થી યૂઝસને સારો અનુભવ આપી રહી છે. આ એપમાં વિદ્યાર્થીઓ હોમવર્ક ઓર્ગેનાઈઝ કરીને પ્લાનર બનાવી શકે છે. આ સાથે ક્લાસનું શિડયુલ અને હોમવર્ક સાથે ભણતરનું કેલેન્ડર પણ બનાવી શકે છે. આ એપમાં આપેલી સુવિધા સિંક હોમવર્ક અને રિમાઇન્ડર્સ ધેટ સિંક દ્વારા વિદ્યાર્થીઓ તેમના હોમવર્ક કરવાનો સમય જાણી શકશે. આ સાથે જો વિદ્યાર્થીને કઇક કામ આવી ગયું તો તે લેટ એન્ડ અપકમિંગ સુવિધા દ્વારા હોમવર્કનું રિ-માઇન્ડર મેળવી શકે છે. આ એપમાં યૂઝર્સને બ્લૂ, બ્લેક અને પિંક એમ ત્રણ થિમ્સ મળશે. માય હોમવર્ક એપ વિદ્યાર્થીઓના એજન્ડાનું ધ્યાન કેન્દ્રિત કરવા, ચિંતા ઘટાડવા અને સારા અભ્યાસ માટે પ્રેરિત કરે છે. આ સાથે એપમાં શાળાના કાર્યસૂચિ સાથે શૈક્ષણિક આયોજનમાં સામાન્ય રીતે છુપાયેલી માહિતી હવે દરેક જગ્યાએ વિદ્યાર્થીઓને સરળતાથી ઉપલબ્ધ થશે. માય હોમવર્ક એપ જો શાળાના આયોજક ઉપયોગ કરશે તો તેઓ વિદ્યાર્થીઓને પહેલાંની સરખામણીમાં સારી રીતે કોઇ પણ કામની સોંપણી કરી શકશે.

આમ કરવાથી કામ કેટલું થયું છે તેનો ટ્રેક રેકોર્ડ પણ સરળતાથી મળી રહેશે. માય હોમવર્ક એપ સાથે ઔજોડાઇને વિદ્યાર્થી અભ્યાસ કરશે તો તેનો સમય બચશે અને તેની યાદશક્તિમાં ચોક્કસ પણે વધારો થશે. આ એપમાં સાઇન અપ કરતાની સાથે જ તમને તમારા નજીકના વિસ્તારમાં આવેલી શાળા અને તે કેટલા ધોરણ સુધી અભ્યાસ કરાવે છે તેની માહિતી પ્રાપ્ત થશે. આ સાથે નજીકની લાઇબ્રેરીની પણ માહિતી મળશે. આ સાથે યૂઝર્સ કયા મોબાઇલનો ઉપયોગ કરીને એપ વાપરે છે તેની પણ જાણકારી મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here