માત્ર ૨૫ ટકા ફી ઘટાડવાના સરકારના નિર્ણયના વિરોધમાં સાયકલ રેલી

0
43

સરકાર દ્વારા ખાનગી સ્કૂલોની ફીમાં માત્ર ૨૫ ટકા ઘટાડાના લેવાયેલા નિર્ણય સામે વાલીઓમાં રોષની લાગણી છે.વાલીઓના એક ગૂ્રપ દ્વારા આજે વડોદરામાં એક સાયકલ રેલી કાઢીને સરકારના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો.

ગાંધી જયંતિના દિવસે પણ વાલીઓએ ગાંધીનગર ગૃહ ખાતે રામધૂન બોલાવીને સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો.વાલી મંડળો હજી પણ એવી માંગ કરી રહ્યા છે કે, ફીમાં ૫૦ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવે.

દરમિયાન વાલીઓના એક ગૂ્રપે આજે સાંજે શહેરના દિવાળીપુરા વિસ્તારમાંથી એક સાયકલ રેલી કાઢી હતી.આ રેલી જુના પાદરા રોડ, રેસકોર્સ સર્કલ થઈને સુભાનપુરા ખાતે સમાપ્ત થઈ હતી.

રેલીમાં ભાગ લેનારા વાલીઓનુ કહેવુ હતુ કે, સરકારે ભલે ૨૫ ટકા ફી માફીની જાહેરાત કરી હોય પણ તેમાંય કેટલીક બાબતો હજી પણ સ્પષ્ટ નથી.સરકાર વાલીઓ અને વિદ્યાર્થીઓને હંમેશાથી છેતરતી આવી છે.વાલીઓએ માંગણી મુકી હતી કે, સરકાર જાહેરાત કરે કે, ૨૦૧૭થી જે શાળા સંચાલકોએ એફઆરસીએ નક્કી કરેલી ફી કરતા વધારે રકમ ઉઘરાવી છે તે વાલીઓને પરત કરે અથવા તો વર્તમાન શૈક્ષણિક વર્ષની ફીમાં સરભર કરી આપે.સરકાર ગુજરાતના દરેક શહેરના વાલી મંડળ સાથે મુલાકાત કરે.

શિક્ષકોનુ શોષણ બંધ કરવામાં આવે.કોરોનાનુ કારણ આગળ ધરીને શાળા સંચાલકોએ શિક્ષકોનો પગાર કાપ્યો છે તે તેમને આપવાની સરકાર ફરજ પાડે.સંચાલકાએ  અત્યાર સુધી શિક્ષકોના કારણે જ  કમાણી કરી છે.સરકાર જો ખરેખર સંવેદનશીલ હોય તો તેણે હવે વાલીઓ , શિક્ષકો અને વિદ્યાર્થીઓ પ્રત્યે સંવેદનશીલતા બતાવવાનો સમય આવી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here