માત્ર દસ ટકા કર્મચારીઓ જ ફરી ઓફિસેથી કામ કરતા થયા છે

0
97

ઓફિસે જતા થવામાં ફાર્મા તથા આઈટી, ક્ષેત્રના કર્મચારીઓની સંખ્યા સૌથી વધુ

માર્ચની સરખામણીએ નવેમ્બરના અંતે માત્ર દસ ટકા કર્મચારીઓ જ ફરી પાછા ઓફિસેથી કામ કરતા થયા છે. બેંગ્લુરુ તથા હૈદરાબાદ જેવા ટેક શહેરોમાં તો આ આંક પાંચ ટકાથી પણ ઓછો છે.  મુંબઈ તથા દિલ્હી એનસીઆરમાં આ આંક વીસ ટકાથી વધુ છે એમ એક રિપોર્ટમાં જણાવાયું છે.

જે લોકો ઓફિસે જતા થયા છે તેમાં ફાર્મા, આઈટી, આઈટીએનેબલ્ડ સર્વિસીઝ તથા બીપીઓ ક્ષેત્રના કર્મચારીઓનો આંક વધુ છે, જ્યારે એકદમ જ સોફટવેર ક્ષેત્રની કંપનીઓમાં આ આંક ૩ ટકા જેટલો જ છે. દેશની ટોચની સોફટવેર કંપનીઓના કુલ વર્કફોર્સમાંથી માત્ર પાંચ ટકા જેટલા જ કર્મચારીઓ ઓફિસેથી કામ કરી રહ્યા છે. 

ઓફિસે આવવાના પ્રયાસો કરવામાં પુરુષ કર્મચારીઓની સરખામણીએ મહિલા કર્મચારીઓ  ઘણી આગળ હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. 

આઈટી, આઈટીએનેબલ્ડ સર્વિસીઝ તથા બીપીઓ ક્ષેત્રની કંપનીઓની ઓફિસમાં કર્મચારીઓની સંખ્યા મે સુધીમાં કોરોના પહેલાના સ્તરના પચાસ ટકા જોવા મળી શકશે. આ આંક ૮૦ ટકા પર પહોંચતા આગામી વર્ષના સપ્ટેમ્બર સુધીનો સમય લાગી જશે. 

જો કે આ બધાનો આધાર વેકસિન પર ઘણો રહેલો છે. લોકડાઉન ખૂલી જવા બાદ કર્મચારીઓ  દ્વારા કામે ચડવાના ટ્રેન્ડમાં વધારો થયો છે. 

અત્રે ઉલ્લેખનિય છે કે  કોરોનાના કાળમાં મુંબઈ જેવા શહેરમાં પરિવહન સેવા મોટો પડકાર બની રહ્યો છે. સરકારે ટ્રેન સેવા માત્ર ચોક્કસ વર્ગ સુધી જ મર્યાદિત રાખી છે તેને કારણે પણ ઓફિસોમાં કર્મચારીઓની સંખ્યા નીચી જોવા મળી રહી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here