મહિલાઓ પરના જઘન્ય અપરાધોમાં ફાંસીની સજા : બિલને મહારાષ્ટ્ર કેબિનેટની મંજૂરી

0
76

મહારાષ્ટ્રમાં આઇપીસી, સીઆરપીસી, પોક્સો કાયદામાં સુધારા કરાશે

– 15 દિવસમાં તપાસ, 30 દિવસમાં ટ્રાયલ પૂરી કરાશે : બિલ વિધાનસભામાં પસાર થયા બાદ રાષ્ટ્રપતિ પાસે મોકલાશે

36 સ્પેશિયલ કોર્ટની સ્થાપના, 10 વર્ષની કેદ, એસિડ હુમલાની પીડિતાને 10 લાખની સહાયની પણ જોગવાઇ

મહારાષ્ટ્રમાં મહિલાઓ સાથે થતા અતી જઘન્ય અપરાધોમાં ફાંસીની સજાથી લઇને 10 લાખ સુધીના વળતરની જોગવાઇ કરતા ડ્રાફ્ટ બિલને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામા આવી છે. આ બિલને આગામી 14મી તારીખે શરૂ થનારા વિધાનસભાના સત્રમાં રજુ કરાશે અને જે બાદ તેને કેન્દ્ર સરકાર થકી રાષ્ટ્રપતિ સમક્ષ મંજૂરી માટે મોકલવામાં આવશે.

મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે જણાવ્યું હતું કે વર્તમાન આઇપીસી, સીઆરપીસી, પોક્સો કાયદા છે તેમાં સુધારા કરવા માટે આ ડ્રાફ્ટ બિલ તૈયાર કરવામાં આવ્યું છે. આ બિલને શક્તિ એક્ટ તરીકે ઓળખવામાં આવશે, જેમાં મહિલાઓ વિરૂદ્ધના જઘન્ય અપરાધોમાં માત્ર 15 દિવસમાં તપાસ પૂર્ણ કરી લેવી અને 30 દિવસમાં કોર્ટની ટ્રાયલને પૂર્ણ કરી લેવા સુધીની જોગવાઇ છે. 

મહિલાઓ, બાળકો વિરૂદ્ધ થતા અતી જઘન્ય અપરાધોને અટકાવવામાં આ સુધારા બિલ અતી મહત્વનું માનવામાં આવે છે. જેમાં ઝડપી તપાસની સાથે વહેલી તકે ટ્રાયલ પુરી કરી લેવી ઉપરાંત 10 વર્ષથી લઇને ફાંસીની સજા સુધીની જોગવાઇ છે. એસિડ હુમલા, બળાત્કાર, મહિલાની અતી ક્રૂરતા પૂર્વક હત્યા વગેરેમાં આ આકરી સજા કરવામાં આવશે.

તપાસ માટે સ્પેશિયલ પોલીસ ટીમ, અલગથી કોર્ટની રચનાઓ કરવી, એસિડ હુમલાનો ભોગ બનેલી પીડિતાને 10 લાખની સહાય આપી પ્લાસ્ટિક સર્જરીમાં મદદ કરાશે.અપીલ માટેનો સમય 6 મહિનાથી ઘટાડીને 45 દિવસ કરવામાં આવશે. 36 સ્પેશિયલ કોર્ટની રચના કરાશે. આંધ્ર પ્રદેશમાં હાલ જે દિશા એક્ટ છે તેના જેવો જ કાયદો મહારાષ્ટ્રમાં લાગુ કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here