મહારાષ્ટ્રનો વધુ એક જવાન પાકિસ્તાનના હુમલામાં શહીદ થયો

0
74

ગઇકાલે પાકિસ્તાનના ગોળીબારમાં કોલ્હાપુરનો ઋષિકેશ જોંધલે શહીદ થયો હતો. તેની શાહી હજી સૂકાઇ નથી ત્યાંજ મહારાષ્ટ્રના નાગપુરનો જવાન ભૂષણ સતઇ પણ પાકિસ્તાનના હુમલામાં શહીદ થયો હતો. સતઇ નાગપુર પાસેના કાટોલ તાલુકાના અંબાડા સોનક ગામનો મૂળ રહેવાસી હતો. નાગપુરનો ભૂષણ સતઇ (૨૮) ૨૦૧૧માં મરાઠા બટાલિયનમાં જોડાયો હતો. અને હાલ નાઇકના પદ પર  કાર્યરત હતો. ગત એક વર્ષથી તે જમ્મૂ, કાશ્મીરમાં ફરજ બજાવતો હતો. તે ગુરેજ સેકટરમાં ફરજ બજાવતો હતો ત્યારે પાકિસ્તાન તરફથી સતત થઇ રહેલ ગોળીબારનો સામો જવાબ આપી રહ્યો હતો. આ સમયે  પાકિસ્તાન તરફથી છોડવામાં આવેલો તોપનો એક ગોળો તેના બંકર પર પડયો હતો જેમા ભૂષણ શહીદ થઇ ગયો હતો. હાલતેના ઘરમાં તેના બહેનની લગ્નની તૈયારી શરૃ હતી અને ત્યારબાદ ભૂષણના પણ લગ્ન થવાના હતા દરમિયાન તેને વીરમરણ પ્રાપ્ત થયુ હતુ.

શુક્રવારે જમ્મૂ-કાશ્મીરના ઉરી અને ગુરેઝ  સેકટરમાં અનેક ઠેકાણે પાકિસ્તાને શસ્ત્ર સંધીનો ભંગ કરી ગોળીબાર કર્યો હતો જેના કુલ પાંચ જવાન શહીદ થયા હતા જેમાં મહારાષ્ટ્રના બે જવાનોનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here