મહામારીના માહોલ વચ્ચે વડોદરા ઝૂમાં 25% સહેલાણીઓ મુલાકાત લે તેવી શક્યતા

0
39

કેવડીયા, અમદાવાદ અને રાજકોટમાં પણ મુલાકાતીઓ ઘટયા; પ્રાણી સંગ્રહાલયમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જરૂરી  

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને સાત મહિના સુધી બંધ રહ્યા બાદ કમાટીબાગમાં આવેલા પ્રાણી સંગ્રહાલયને તારીખ 13 થી ખોલવાનો નિર્ણય કર્યો છે. જોકે આ વખતે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની ગાઈડલાઈન મુજબ પ્રાણી સંગ્રહાલય ખોલવાનું છે. આ વખતે પ્રાણી સંગ્રહાલય સવારે 2 કલાક અને સાંજે 1.5 કલાક મર્યાદિત સમય સુધી ખોલાશે. જ્યારે મહામારી ન હતી ત્યારે સામાન્ય દિવસોમાં જૂ 6થી 8 કલાક ખુલ્લું રહેતું હતું. એમાંય દિવાળીના તહેવારોમાં રોજ લાખથી 1.5 લાખની આવક થતી હતી. 

સામાન્ય દિવસોમાં 5 થી 7,000 લોકો મુલાકાત લેતા હતા, પરંતુ મહામારીના માહોલમાં પ્રાણીસંગ્રહાલય જ્યારે શરૂ થઈ રહ્યું છે. ત્યારે એન્ટ્રી માસ્ક સાથે જ અપાશે અને સોશિયલ ડિસ્ટન્સ રાખવું પડશે. સિંગલ પોઇન્ટ એન્ટ્રી અને એક્ઝિટ રહેશે પાણી સિવાય ખાવા-પીવાની બીજી કોઈ વસ્તુ સાથે નહીં લઈ જવા દેવાય માતા-પિતા પોતાના બાળકોને લઈને આવવાના છે. એટલે તેઓએ સ્વયં શિસ્ત રાખવી પડશે પ્રાણી સંગ્રહાલયમાં અવેરનેસ માટે પોસ્ટર લગાવ્યા છે. 

કેવડિયા ખાતેનું ઝૂલોજિકલ પાર્ક હોય કે અમદાવાદ અને રાજકોટના પ્રાણી સંગ્રહાલય હોય દરેક સ્થળે હાલ સહેલાણીઓ ઘટ્યા છે. 20 થી 25% મુલાકાતીઓ સરેરાશ આવે છે. એટલે વડોદરામાં પણ 20 થી 25% લોકો પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લે તેવી શક્યતા છે. અત્રે એ નોંધનીય છે કે, વડોદરાના પ્રાણીસંગ્રહાલયમાં 1271 પક્ષીઓ અને પ્રાણીઓ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here