મશરૂમ મસાલાનું શાક હવે હોટલમાં નહીં ઘરે જ બનાવો, આંગળા ચાટતા રહી જશો

  0
  128

  પંજાબી શાકનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે ત્યારે આજે અમે તમારા માટે મશરૂમના શાકની રેસીપી લઇને આવ્યા છીએ. જે ખાવામાં ટેસ્ટી અને ઝડપથી બની જાય છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય મશરૂમ મસાલાનું શાક…

  150 ગ્રામ – મશરૂમ (ધોઈને છાલ ઉતારી ટુકડા કરી લો.)
  1 સમારેલી – ડુંગળી
  1 સમારેલું – ટામેટું
  8-10 કળી – લસણ
  1 ટુકડો – આદુ
  5-7 નંગ – કાજુ
  2 ચમચી – લાલ મરચું પાઉડર
  1 ચમચી – ધાણાજીરૂ
  1/2 ચમચી – ગરમ મસાલો
  1/4 ચમચી – મરી પાઉડર
  1 ચમચી – પંજાબી ગ્રેવી મસાલો
  1/2 કપ – દૂધ
  2 ચમચી – તાજી મલાઈ
  3-4 ચમચી – તેલ
  1 ચમચી – બટર
  સ્વાદાનુસાર – મીઠું

  બનાવવાની રીત

  સૌ પ્રથમ સમારેલી ડુંગળી, ટામેટું, આદું, લસણ અને કાજુની પેસ્ટ બનાવી લો. એક કડાઈમાં તેલ ગરમ થાય એટલે તેમાં પેસ્ટ ઉમેરો અને બરાબર મિક્સ કરી 8 થી 10 મિનિટ સુધી સાંતળો. હવે બધા મસાલા ઉમેરો અને બરાબર મિક્સ કરી લો. 5 મિનિટ સુધી થવા દો. હવે દૂધ ઉમેરો અને ગ્રેવી થોડી જાડી થાય એટલે તેમાં સમારેલા મશરૂમ ઉમેરો અને બરાબર મિક્સ કરી લો. 5 મિનિટ બાદ મલાઈ ઉમેરીને બરાબર મિક્સ કરો અને સર્વીંગ બાઉલમાં કાઢી ઉપર ડુંગળીની રીંગ વડે ગાર્નિશ કરીને સર્વ કરો.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here