મધ્ય અમેરિકામાં ચક્રવાતી વાવાઝોડાનો કેર:હોન્ડુરાસ : 8 હજાર ઘરને નુકસાન, એક લાખ લોકોને બચાવાયા

0
65

મધ્ય અમેરિકી દેશ હોન્ડુરાસમાં યોટા વાવાઝોડું અલ સલ્વાડૉર તરફ આગળ વધ્યું છે. 4 કેટેગરીના શક્તિશાળી વાવાઝોડાને લીધે એક લાખ લોકોને સુરક્ષિત સ્થાને ખસેડાયા હતા. વાવાઝોડાને લીધે આશરે 8 હજાર ઘરોને નુકસાન થયું છે. જોકે 150 સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે. બીજી બાજુ 30 લોકો મૃત્યુ પામ્યા હતા. સ્થાનિક મીડિયા અનુસાર યોટાને લીધે ભારે વરસાદ થયો હતો. ભૂસ્ખલનની ઘટનાઓ પણ બની. સમુદ્ર અને નદી કિનારાવાળા વિસ્તારોમાં પૂર આવી શકે છે.

માર્ગો પર 5-5 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું. લાલ લિમા વિસ્તારની નદીમાં પૂર આવતા સેંકડો કાર ડૂબી ગઈ હતી. રાષ્ટ્રપતિ જુઆન ઓરલેન્ડોએ જણાવ્યું કે વાવાઝોડાને લીધે રાષ્ટ્રીય ફ્લાઈટ રદ કરાઈ છે. એરપોર્ટ બંધ કરાયા છે. તેને ફરીવાર ખૂલતાં અને વિમાનોનું સંચાલન નિયમિત થતાં 15 ડિસેમ્બર સુધીનો સમય લાગશે. તેમણે પુન:નિર્માણના પ્રયાસોમાં મદદ કરવા આંતરરાષ્ટ્રીય સમુદાય અને લોન આપનારા સંગઠનોને અપીલ પણ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here