મંત્રી પરષોત્તમ સોલંકીએ ભાઇ હીરા સોલંકી માટે ટિકિટ માંગી

0
77

– લીંબડી બેઠક માટે ભાજપની મૂંઝવણ વધી

– પક્ષપલટુ સોમા પટેલને પુત્રવધૂ સુનિતા પટેલ માટે ટિકિટ જોઇએ છે, કિરીટસિંહ રાણા, શંકર વેગડ ટિકિટની લાઇનમાં

ભાજપને લિંબડી બેઠક પર હાર થવાની દહેશત, કોળી કે ક્ષત્રિય ઉમેદવારને પસંદ કરવા મુદ્દે ભાજપ અવઢવમાં

અમદાવાદ, તા. 12 ઓક્ટોબર, 2020, સોમવાર

વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે આઠ પૈકી સાત ઉમેદવારના નામોની ઘોષણા કરી દીધી છે પણ હજુ સુધી લિંબડી બેઠક પર ઉમેદવારને લઇન પ્રદેશ નેતાગીરી મંથન કરી રહ્યુ છે. જોકે, આ બેઠક પર ભાજપને હાર થવાની  ભિતી સતાવી રહી છે જેના કારણે કોળી ઉમેદવારને ટિકીટ આપવી કે પછી ક્ષત્રિયને. આ બાબત હજુ નક્કી થઇ શકી નથી ત્યા મંત્રી પરષોત્તમ સોલંકીએ તેમના ભાઇ હીરા સોલંકી માટે લિંબડી બેઠકની ટિકીટ મેળવવા રાજકીય લોબિંગ શરૂ કર્યુ છે. 

પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગીનો ધમધમાટ ચાલી રહ્યો છે. કોંગ્રેસ હજુ ય કપરાડા , લિંબડી અને ડાંગ બેઠકના ઉમેદવાર નક્કી કરી શકી નથી ત્યારે ભાજપમાં ય લિંબડી બેઠક માટે ઉમેદવાર પસંદ કરવો માથાનો દુખાવો બની રહ્યો છે. અત્યાર સુધી કિરીટસિંહ રાણાનુ નામ નક્કી જ હતું પણ છેલ્લી ઘડીએ રાજકીય સમીકરણો બદલાયા છે જેના કારણે પ્રદેશ નેતાગીરી પણ મનોમંથન કરી રહી છે.

હવે લિબડીં બેઠક પર પરિસિૃથતી એવી સર્જાઇ છેકે, આ બેઠક પર કોળી મતદારોનુ ઝાઝુ એવુ રાજકીય પ્રભુત્વ છે જેના કારણે તેમની અવગણના કરી શકાય તેમ નથી. પક્ષપલટુ સોમા ગાંડા પટેલ ટિકીટ માટે આંટાફેરા મારી રહ્યાં છે પણ ભાજપ તેમને ટિકીટ આપવાના મૂડમાં નથી ત્યારે તેમણે હવે પુત્રવધુ સુનિતા પટેલ માટે ટિકીટ માંગી છે.

આ તરફ, મંત્રી પરષોતમ સોલંકીએ પણ તેમના ભાઇ હીરા સોંલંકીને ાૃધારાસભ્ય બનાવવા મેદાને પડયા છે. તેઓ પણ હિરા સોલંકીને ટિકીટ અપાવવા લોબિંગ કરી રહ્યાં છે. શંકર વેગડ સહિત અન્ય દાવેદારો પણ ટિકીટની લાઇનમાં છે ત્યારે ભાજપ કોંગ્રેસ કોને ટિકીટ આપે છે તેના નજર માંડીને બેઠુ છે. અત્યારે ભાજપ કોળી કે ક્ષત્રિય કોને ટિકીટ આપવી તેના અવઢવમાં મૂકાયુ છે.

લિબડી બેઠક માટે ભાજપ-કોંગ્રેસમાં પહેલ આપ, પહેલે આપ જેવી દશા

લિંબડી બેઠક પર ઉમેદવાર પસંદગીને લઇને ભાજપ અને કોંગ્રેસ મૂંઝવણમાં છે. એટલું જ નહીં, પહેલે આપ,પહેલે આપ જેવો ઘાટ સર્જાયો છે. કારણ કે, ભાજપ રાહ જોઇને બેઠુ છે કે,કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે પછી તે ઉમેદવારના નામની ઘોષણ કરશે. આ તરફ કોંગ્રેસની નેતાગીરી ભાજપ ઉમેદવારની ઘોષણા કરે તેની રાહમાં છે. આમ,બંને પક્ષો એકબીજાના ઉમેદવારના નામ જાહેર કરવાની રાહ જોઇ રહ્યાં છે જેના કારણે આ બેઠક પર ઉમેદવારની પસંદગીને લઇને વિલંબ સર્જાયો છે. જોકે, ભાજપના નેતાઓનો દાવો છેકે, એકાદ દિવસમાં આ મામલે આખરી નિર્ણય લઇ લિબડીના ઉમેદવારની જાહેરાત કરી દેવાશે.

અબડાસા-પ્રદુમનસિંહ જાડેજા

મોરબી-બ્રિજેશ મેરજા

ધારી-જે.વી.કાકડિયા

કરજણ-અક્ષય પટેલ

ગઢડા-આત્મારામ પરમાર

કપરાડા-જીતુ ચૌધરી

ડાંગ-વિજય પટેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here