ભિષ્મ કોહલી ઉર્ફે વિશાલ આનંદનું લાંબી બીમારી બાદ નિધન

0
143

– તેઓ અભિનેતા હોવાની સાથેસાથે દિગ્દર્શક પણ હતા

ભિષ્મ કોહલી ઉર્ફે વિશાલ આનંદનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. રવિવારે ૪ ઓકટોબરના તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. બોલીવૂડમાં તેઓ વિશાલ આનંદ તરીકે જાણીતા થયા હતા જ્યારે તેમનું અસલી નામ ભિષ્મ કોહલી હતું. કહેવાય છે કે એકટર પૂરબ કોહલી તેમનો ભત્રીજો છે. 

વિશાલે પોતાની કારકિર્દીમાં ૧૧ ફિલ્મોમાં કામ કર્યું હતું તેમજ દિગ્દર્શન કર્યું હતું. તેણે  ચલતે ચલતે, ટેક્સી ડ્રાઇવર, દિલ સે મિલે દિલ ,હમારા અધિકાર, કિસ્તમ,હિંદુસ્તાન કી કસમ, મૈૅને જીના સિખ લિયા સહિત અન્ય ફિલ્મોમાં કામ કર્યું હતું.જેમાંથી અમુક ફિલ્મોનું તેણે દિગ્દર્શન પણ કર્યું હતું. 

વિશાલે ફિલ્મ ચલતે ચલતેમાં લોકપ્રિયતા મેળવી હતી. તેનું ચલતે ચલતે કભી અલવિદા ના કહેના ગીતને લોકો આજે પણ ભૂલ્યા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here